શોધખોળ કરો
Advertisement
કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી, જાણો કઇ બેઠકની કરી પસંદગી?
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે કેરલની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશેય કોગ્રેસના સીનિયર નેતા એકે એન્ટોનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. એન્ટનીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી માંગ ઉઠી રહી હતી કે રાહુલ ગાંધી દક્ષિણ ભારતની એક બેઠક પરથી ચૂંટણી લડે. તેમણે કહ્યુંકે, કર્ણાટક, તમિલનાડુ અને કેરલથી સતત આ પ્રકારની માંગ ઉઠી રહી હતી. એન્ટનીએ કહ્યું કે, જેને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી કેરલની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.
એન્ટનીએ કહ્યું કે રાહુલ ગાંધી સાથે સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને કહ્યું કે, રાજ્યના લોકો તરફથી કરવામાં આવતી માંગણીને ફગાવવી યોગ્ય નથી. આ માટે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી સાથે સાથે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છે. એન્ટનીએ કહ્યું કે અનેક કારણોથી કેરલની વાયનાડ બેઠકની પસંદગી કરી છે.
Rahul to contest from Wayanad Lok Sabha seat in addition to Amethi
Read @ANI Story| https://t.co/lUnfaasWjV pic.twitter.com/vaNcEVsNwU — ANI Digital (@ani_digital) March 31, 2019
એન્ટનીએ કહ્યું કે, કેરલની વાયનાડ બેઠક સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ બેઠક કેરલ, કર્ણાટક અને તમિલનાડુને જોડે છે.એવામાં રાહુલ ગાંધી જો વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે છે તો તેઓ દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દક્ષિણ ભારતની પરંપરાઓ પર મોદી સરકાર તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે. એટલા માટે કેરલ, કર્ણાટક અને તમિલનાડુ તરફથી વારંવાર માંગણી કરવામાં આવી રહી હતી કે રાહુલ ગાંધી બીજી બેઠક પરથી ચૂંટણી લડે. રાહુલ ગાંધી અમેઠી સિવાય વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે. રાહુલજીએ અનેકવાર કહ્યું છે કે અમેઠી તેમની કર્મભૂમિ છે. અમેઠી સાથે તેમનો સંબંધ પરિવારના સભ્યનો છે. એટલા માટે તેઓ અમેઠી છોડશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion