શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પબુભા માણેકના કેસમાં ભાજપને સુપ્રીમ કોર્ટમાં શું મળ્યો મોટો ઝટકો, જાણો વિગત
આજે સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં દ્વારકા વિધાનસભા બેઠક ચૂંટણી વિવાદ મામલે પબુભા માણેકને સુપ્રિમમાંથી રાહત મળી ન હતી. જીતને રદ કરવાના હાઈકોર્ટના હુકમ પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો નહતો. આ બેઠક પર ફરી ચૂંટણી યોજાશે.
નવી દિલ્હી: દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી ઈલેક્શન પિટિશનમાં તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે ભાજપના પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી.
આજે સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં દ્વારકા વિધાનસભા બેઠક ચૂંટણી વિવાદ મામલે પબુભા માણેકને સુપ્રિમમાંથી રાહત મળી ન હતી. જીતને રદ કરવાના હાઈકોર્ટના હુકમ પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો નહતો.
કોંગ્રેસના આ બેઠકના તત્કાલીન ઉમેદવાર અને હાઈકોર્ટમાં પિટિશન કરનાર મૂળ અરજદાર મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી દીધી છે કે જેથી સુપ્રીમ કોર્ટ તેમને સાંભળ્યા વિના પબુભાની અરજીમાં કોઈ રાહત ના આપી દે અને તેમનો પક્ષ સાંભળવાની અને રજૂઆત કરવાની તક આપે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર શિવભક્ત અને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક 6,943 મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion