(Source: ECI/ABP News/ABP Majha)
Assembly Election Results: ગોવા, UP અને મણિપુરમાં શિવસેનાની સ્થિતિ દયનીય, NOTAથી પણ ઓછા મત મળ્યા
મણિપુરમાં શિવસેનાએ છ બેઠકો પર ચૂંટણી લડી હતી. પૂર્વોત્તર રાજ્યમાં NOTAને 0.54 ટકા વોટ મળ્યા જ્યારે શિવસેનાને 0.34 ટકા વોટ મળ્યા હતા.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પણ શિવસેનાની પોલ ખોલી દીધી છે. ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગોવા, ઉત્તર પ્રદેશ, મણિપુરમાં શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા છે. NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલી શિવસેનાએ આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેનો કારમો પરાજય થયો હતો.
ગોવામાં શિવસેનાએ 10 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. Cortalim (55 મતો), Quepem (66), Vasco-da-Gama (71) અને Sanquelim (99), શિવસેનાના ઉમેદવારોને 100થી ઓછા મત મળ્યા હતા. ગોવામાં NOTAને કુલ મતદાનના 1.12 ટકા મત મળ્યા છે જ્યારે શિવસેનાને માત્ર 0.18 ટકા મત મળ્યા છે.
મણિપુરમાં શિવસેનાએ છ બેઠકો પર ચૂંટણી લડી હતી. પૂર્વોત્તર રાજ્યમાં NOTAને 0.54 ટકા વોટ મળ્યા જ્યારે શિવસેનાને 0.34 ટકા વોટ મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ગુરુવાર સાંજ સુધી શિવસેનાને 0.03 ટકા વોટ મળ્યા જ્યારે NOTAને 0.69 ટકા વોટ મળ્યા હતા. શિવસેનાના નિરાશાજનક પ્રદર્શન અંગે શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે તેમની પાર્ટીને NOTA કરતા ઓછા મત મળ્યા કારણ કે તેની પાસે (ચલણી) નોટોની અછત હતી.
સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા કારણ કે અમે ભાજપ દ્વારા ઉપયોગમાં લેવાતી 'નોટ' મેનેજ કરી શક્યા નથી. છતાં અમે ગોવા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડ્યા. અમારી લડાઈ ચાલુ રહેશે. જીત કે હાર એ અંત નથી, શરૂઆત છે. અમે કામ કરવાનું ચાલુ રાખીશું.
Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય
તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે
શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?