શોધખોળ કરો
રાજકોટમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કયા-કયા કલાકારોએ ભાજપ માટે કર્યો પ્રચાર, જાણો વિગત
રાજકોટમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કલાકારો ભાજપના પ્રચાર માટે આવ્યા હતા. જેમાં મયૂર વાંકાણી, તનમય વેકરિયા, શ્યામ પાઠક અને ગુરુચરણસિંહ સભામાં પહોંચ્યા હતા. સીરિયલના કલાકારોને જોઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સેલ્ફી લેવા પડાપડી જોવા મળી હતી.

રાજકોટઃ રાજકોટમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કલાકારો ભાજપના પ્રચાર માટે આવ્યા હતા. જેમાં મયૂર વાંકાણી, તનમય વેકરિયા, શ્યામ પાઠક અને ગુરુચરણસિંહ સભામાં પહોંચ્યા હતા. સીરિયલના કલાકારોને જોઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સેલ્ફી લેવા પડાપડી જોવા મળી હતી.
સીરિયલમાં છેલ્લા 10 વર્ષથી લગ્ન માટે છોકરી શોધતા પોપટલાલે કહ્યું હતું કે, તમારું રાજકોટ શહેર ખરેખર રંગીલું શહેર છે. તમારા ધ્યાનમાં કોઈ સુંદર, સુશીલ છોકરી હોય તો કહેજો. અમારા પ્રોડ્યુસર આશિષ મોદીને કોઈ છોકરી મળતી નથી.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કહ્યું હતું કે, પત્રકાર પોપટલાલનું ડ્રેસિંગ બરોબર છે પણ તેમની છત્રી સાથે નથી. છત્રી વગરના પોપટલાલ સારાં ન લાગે કોઈ છત્રી લઈ આવો.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
