Lok Sabha Election Election 10 Facts:બીજા તબક્કાના વોટિંગના આ છે 10 મહત્વના મુદ્દા,આ દિગ્ગજોની શાખ દાવ પર
દેશની 88 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમા માલિની, ભૂપેશ બઘેલ, અરુણ ગોવિલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પણ બીજા તબક્કામાં સામેલ છે. આજે રાજ્યની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ બેઠકો, મધ્યપ્રદેશની છ બેઠકો, આસામ અને બિહારની પાંચ-પાંચ બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક સીટ પર લોકો મતદાન કરી રહ્યા છે. બીજા તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બસપાના ઉમેદવારના મોત બાદ હવે ત્રીજા તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કામાં 1202 ઉમેદવારો મેદાનમાં છે.
Lok Sabha Election Election 10 Facts: બીજા તબક્કાના વોટિંગની આ છે 10 મહત્ના મુદ્દા
1. 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે.
2. આ તબક્કામાં 15 કરોડ 88 લાખ મતદારો છે.
3. બીજા તબક્કામાં કેરળમાં મહત્તમ 20 સીટો પર મતદાન થઈ રહ્યું છે.
4. રાહુલ ગાંધીની વાયનાડ સીટ માટે પણ આજે મતદાન છે.
5. મોદી સરકારના 6 મંત્રીઓ અને 2 ભૂતપૂર્વ CMનો આજે ફેસલો .
6. લોકસભા સ્પીકર ઓમ બિરલાની સીટ પર પણ આજે મતદાન થશે.
7. રવિન્દ્ર ભાટી, પપ્પુ યાદવ જેવા દિગ્ગજ અપક્ષો પણ આ તબક્કામાં મેદાનમાં છે.
8. કોંગ્રેસના વેંકટરામને ગૌડા મંડ્યાથી સૌથી અમીર ઉમેદવાર છે.
9. આજે 4 રાજ્યોમાં મતદાનનું કામ પૂર્ણ થશે.
10. પ્રથમ 2 તબક્કાઓને જોડીને 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં લગભગ 65% મતદાન
કુલ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર ગયા શુક્રવારે થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું. શુક્રવારે બીજા તબક્કા બાદ કેરળ, રાજસ્થાન અને ત્રિપુરામાં ચૂંટણી પૂર્ણ થશે. જ્યારે 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં તમિલનાડુ (39), ઉત્તરાખંડ (પાંચ), અરુણાચલ પ્રદેશ (બે), મેઘાલય (બે), આંદામાન અને નિકોબાર ટાપુઓ (એક), મિઝોરમ (એક), નાગાલેન્ડ (એક), પુડુચેરી (એક) ), સિક્કિમ (એક) અને લક્ષદ્વીપ (એક) ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.
આ ક્ષેત્રમાં આ દિગ્ગજ નેતા મેદાને
કોંગ્રેસના નેતા શશિ થરૂર, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, અભિનેતા અરુણ ગોવિલ, કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ (કોંગ્રેસ), કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જનતા દળ-સેક્યુલર) અગ્રણી ઉમેદવારોની યાદીમાં સામેલ છે. જ્યારે ભાજપના ઉમેદવારો હેમા માલિની, ઓમ બિરલા અને ગજેન્દ્ર સિંહ શેખાવત પોતપોતાના મતવિસ્તારમાંથી સતત ત્રીજીવાર જીતની આશા રાખી રહ્યા છે.