Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલા ટકા થયું વોટિંગ
Lok Sabha Election 2024 Phase 6 Voting: લોકસભા ચૂંટણી 2024 માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ તબક્કામાં કુલ 58.89 ટકા મતદાન થયું હતું.
Lok Sabha Election 2024 Phase 6 Voting: લોકસભા ચૂંટણી 2024 માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ તબક્કામાં કુલ 58.89 ટકા મતદાન થયું હતું. જેમાંથી હરિયાણામાં 58.24 ટકા, બિહારમાં 52.81 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 51.97 ટકા, ઉત્તર પ્રદેશમાં 54.02 ટકા, ઝારખંડમાં 62.39 ટકા, પશ્ચિમ બંગાળમાં 78.19 ટકા, ઓડિશામાં 59.92 ટકા અને દિલ્હીમાં 54.37 ટકા મતદાન થયું હતું.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે ભાજપને 200 બેઠકો પણ નહીં મળે
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા પર કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું, અમે બધા 7 તબક્કા પૂર્ણ થવાની અને 4 જૂને પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.લગભગ દોઢથી બે મહિના જેટલો લાંબો સમય થઈ ગયો છે."ભાજપ અને એનડીએને 200 બેઠકો પણ નહીં મળે.
ધીમા મતદાનના આરોપો પર તેમણે કહ્યું, પોલીંગ એજન્ટો પર ઘણું નિર્ભર છે. જો તેઓ સતર્ક રહેશે, તો મતદાન ઝડપથી થશે. કોઈ કોઈની સામે આંગળી ચીંધી શકે નહીં. પોલીંગ એજન્યો પાસે એ અધિકાર છે કે, જો મતદાનમાં વિલંબ થઈ હોય, તો તેઓ તેને ઝડપથી પૂર્ણ કરાવી શકે છે અને ખાતરી કરી શકે છે કે દરેક મતદાર પોતાનો મત આપે છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળના ઝારગ્રામથી ભાજપના ઉમેદવાર પ્રણત ટુડુની ટીમ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પાર્ટીએ આનો આરોપ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓ પર લગાવ્યો.
ભાજપે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરોએ એ સમય હુમલો કર્યો જ્યારે રાજ્યના પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગઢબેટા વિસ્તારમાં મતદાન મથકની મુલાકાત લીધી, કેમ કે, ત્યાંના મતદારોને ડરાવવાની ફરિયાદ સામે આવી હતી.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે
#WATCH | West Bengal | BJP candidate from Jhargram Lok Sabha seat, Pranat Tudu was attacked allegedly by miscreants when he was visiting booth number 200 in Monglapota in the parliamentary constituency today pic.twitter.com/bfEYH7KgXT
— ANI (@ANI) May 25, 2024
આ ઘટનાના વીડિયોમાં ભીડ પથ્થરમારો કરતી અને બીજેપી ઉમેદવાર, તેની સુરક્ષા અને કેટલીક મીડિયા ટીમોનો પીછો કરતી જોવા મળે છે. જ્યારે તેના પર હુમલો થયો, ત્યારે તેના સુરક્ષા કર્મચારીઓએ તરત જ પ્રતિક્રિયા આપી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ઘટનામાં ભાજપ નેતાની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી.