શોધખોળ કરો
Advertisement
પત્ની કિરણ રાવ સાથે ગીત ગાતા આમિર ખાનનો VIDEO થઈ રહ્યો છે વાયરલ
કૉન્સર્ટમાં આમિર ખાન અને કિરણ રાવે વર્ચુઅલ દર્શકો માટે એક ક્લાસિકલ ગીત પણ ગાયું હતું.
મુંબઈ: કોવિડ-19 રાહત કોષ માટે પૈસા એકઠા કરવા ગિવ ઈન્ડિયા હેઠળ આઈ ફોર ઈન્ડિયા કૉન્સર્ટમાં દેશ-દુનિયાના 85 સ્ટાર એક મંચ પર જોવા મળ્યા હતા. આ શોને 3 મે 2020ના લાઈવ આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉન્સર્ટમાં આમિર ખાન અને કિરણ રાવે વર્ચુઅલ દર્શકો માટે એક ક્લાસિકલ ગીત પણ ગાયું હતું.
આ દરમિયાન આમિર અને કિરણે તમામ દર્શકોને રૂપિયા ભેગા કરવામાં યોગદાન આપવાનો આગ્રહ પણ કર્યો હતો. આ ઈવેન્ટમાં આમિર અને કિરણે બે ગીત પણ ગાયા હતા. તેમણે કિશોર કુમારનું ગીત આ ચલ કે તુઝે અને રાજ કપુરનું ગીત કિસી કી મુસ્કુરાહટો ગાયું હતું.
આમિર ખાને કહ્યું કે આપણે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આવા સમયમાં જરૂરીયાતમંદોની મદદ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે લોકો લોકોએ આશા ન ગુમાવવી જોઈએ. જ્યારે કિરણે કહ્યું કે કપરા સમયમાં તમામને એક સાથે આવવું જોઈએ.
આઈ ફોર ઈન્ડિયા કૉન્સર્ટમાં સ્ટાર્સે પોતાના ઘરેથી ભાગ લઈને પોતાનું ટેલેન્ટ બતાવ્યું. એન્ટરટેમેન્ટ ઈન્ડસ્ટ્રીના લોકો દ્વારા આયોજિત આ સંગીત કાર્યક્રમનો ઉદે્શય ઘરમાં બંધ લોકોનું મનોરંજન કરાવવાનો છે, એ લોકોને ટ્રિબ્યૂટ આપવાનો જે ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement