આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની જવાબદારી મુકેશ અંબાણીએ ઉઠાવી છે. આ ફિલ્મનું બજેટ આશરે 1000 કરોડ રૂપિયા જેટલું હશે. મીડિયા સાથે આ ફિલ્મ વિશે વાત કરતાં આમિર ખાને જણાવ્યું હતું કે, ‘મને આ ફિલ્મ કરવામાં ખૂબ જ ડર લાગી રહ્યો છે, કારણકે આ ફિલ્મ મારા જીવનના 15-20 વર્ષ લઈ શકે છે.’ નોંધનીય છે કે આ પહેલા આમિર ફિલ્મમાં ભગવાન કૃષ્ણનો રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે.
2/5
જો બધું જ ઠીક રહ્યું અને દીપિકા આ ફિલ્મ કરવા રાજી થઈ તો તે પહેલીવાર આમિર ખાન સાથે સ્ક્રિન શૅર કરતી જોવા મળશે. જોકે, હજુ એ કહેવું મુશ્કેલ છે કે દીપિકા આ ફિલ્મ માટે હા પાડશે કે નહિ.
3/5
જોકે, ‘પદ્માવત’ પછી દીપિકા પાદુકોણ વધુ એક મહાકાવ્ય કરવામાં સાવધાની રાખવા ઈચ્છે છે. કારણકે જે ફિલ્મ સરળતાથી વિવાદોમાં ફસાવાની હોય તેનાથી દૂર જ રહેવા ઈચ્છે છે. આમિર ખાનના એક નજીકના દોસ્તે જણાવ્યું કે દ્રૌપદીનો રોલ દીપિકા પાદુકોણ સિવાય કોઈ ન કરી શકે.
4/5
રિપોર્ટ અનુસાર ‘મહાભારત’ આમિર ખાનની સાથે જ દેશની પહેલી સૌથી મોંઘી ફિલ્મ હશે. આ પ્રોજેક્ટ આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ માટે માત્ર એ ગ્રેડના સ્ટાર્સને જ કાસ્ટ કરવામાં આવશે. દીપિકા પાસે દ્રૌપદીના કેરેક્ટર માટે નેચરલ વોઈસ પણ છે. આ ઉપરાંત તેની પાસે એનર્જી અને ચાર્મ પણ છે.
5/5
નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમિર ખાને પહેલી વખત પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ને લઈને ઇચ્છા વ્યક્ત કરી છે. મીડિયા અહેવાલ અનુસાર આમિર ખાને આખરે આ ફિલ્મની કાસ્ટની શોધખોળ શરૂ કરી દીધી છે. બોલિવૂડ હંગામાના એક અહેવાલ અનુસાર આમિર ખાન ફિલ્મ મહાભારતમાં દીપિકા પાદુકોણને દ્રૌપદીની ભૂમિકામાં જોવા માગે છે.