શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બૉલીવુડનો 'સિંઘમ' હવે 'મેદાન'માં દેખાડશે દમ, શરૂ થયુ આ બાયૉપિકનુ શૂટિંગ, પૉસ્ટર રિલીઝ
ફિલ્મમાં અજય દેવગનની સાથે કીર્તિ સુરેશ જોવા મળશે. ફિલ્મને બૉની કપૂર, આકાશ ચાવલા અને અરુણાવા જૉય સેન ગુપ્તા પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ બૉલીવુડમાં સ્પોર્ટ્સ બાયૉપિક બનાવવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. જેમાં એમએસ ધોની, અઝહર, ગોલ્ડ, મેરી કોમ, દંગલ, જેવી ફિલ્મો સ્પોર્ટ્સ બાયૉપિક હિટ પણ બની ચૂકી છે. હવે બૉલીવુડના સિંઘમ અજય દેવગન પણ ફિલ્મ 'મેદાન'ની સાથે સ્પોર્ટ્સ બાયૉપિક લઇને આવી રહ્યો છે. આ ફિલ્મનુ શૂટિંગ પણ શરૂ થઇ ગયુ છે.
ફિલ્મ ફૂટબૉલના રમત પર આધારિત છે, જેમાં અજય ફૂટબૉલના કૉચ રહી ચૂકેલા સૈયદ અબ્દુલ રહીમનો રૉલ નિભાવતો દેખાશે. કહેવાઇ રહ્યું છે કે, ફિલ્મ આગામી વર્ષે 2020માં રિલીઝ થશે.
ફિલ્મનુ શૂટિંગ શરૂ થયા પહેલા આનુ પૉસ્ટ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના પૉસ્ટરમાં લખ્યુ છે, 'The Golden Era Of Indian Football 1952-1962' આ ફિલ્મમાં ભારતીય ફૂટબૉલના તે સમયને બતાવવામાં આવ્યો છે, જેને ગૉલ્ડન એરા કહેવાતો હતો. ઉલ્લેખનીય છે કે, રહીમના નેતૃત્વમાં જ 1956માં ભારતીય ફૂટબૉલ ટીમે ઓલિમ્પિક્સમાં સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી.
ફિલ્મમાં અજય દેવગનની સાથે કીર્તિ સુરેશ જોવા મળશે. ફિલ્મને બૉની કપૂર, આકાશ ચાવલા અને અરુણાવા જૉય સેન ગુપ્તા પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે.#maidaankicksoff today! pic.twitter.com/hbkzd727rh
— Ajay Devgn (@ajaydevgn) August 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion