શોધખોળ કરો
અભિનેતા અરબાઝ ખાન કયો પ્રશ્ન સાંભળતાં જ ભડક્યો? જાણો વિગત
ટૂંક સમયમાં અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે લગ્ન કરશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરબાઝને જ્યારે લગ્ન અંગે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભડકી ઉઠ્યો

મુંબઈ: બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન હાલ તેની ફિલ્મ દબંગ-3ને લઈને ખુબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. જોકે અરબાઝ તેની ફિલ્મ કરતા વધારે તેની અંગત લાઈફને લઈને બહુ જ ચર્ચામા જોવા મળતો હોય છે. અભિનેત્રી મલાઈકા અરોરા સાથે તેના સંબંધો હોય કે પછી ઈટાલિયન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ક્યારેય અરબાજ કોઈ વાત છુપાવવા માંગતો નથી આજ કારણે તે સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટૂંક સમયમાં અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે લગ્ન કરશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરબાઝને જ્યારે લગ્ન અંગે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભડકી ઉઠ્યો હતો.
અરબાઝ ખાને કહ્યું હતું કે, આવા સમાચાર માત્ર ભ્રમણા ફેલાવવા માટે અને મીડિયામાં છવાઈ જવા માટે ફેલાવવામાં આવતા હોય છે. અરબાઝે કહ્યુ હતું કે, હું ડેટ કરી રહ્યો છું તેનો મતલબ એ નથી કે અમે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છીએ.
અરબાઝ ભડક્યાં બાદ બોલ્યો હતો કે, હું જ્યાં પણ જાઉં છું એક જ સવાલ કરવામાં આવે છે. અભિનેતાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, તમને આવી વાત કોણ આવીને કહે છે મારા માતા-પિતાએ તમને આ માહિતી આપી કે હું લગ્ન કરવાનો છું. મારા ભાઈઓએ આવું કહ્યું મારી બહેને કહ્યું કે મારા અંગત મિત્રે તમને માહિતી આપી. મને પણ જણાવજો કે, તમને આવી માહિતી કોણ આપી જાય છે.
એક્ટરે આગળ કહ્યું હતું કે, અમે જરૂરથી આ સંબંધને આગળ લઈ જઈશું પણ થોડો સમય આપો. હજુ તો શરૂઆત છે ત્યાં મને પુછવામાં આવે છે કે, તમે આ સંબંધથી ખુશ છો કે નથી? જ્યાં સુધી મારા લગ્નનો સવાલ છે હું સૌને આમંત્રણ આપીશ.
અરબાઝ ખાને કહ્યું હતું કે, આવા સમાચાર માત્ર ભ્રમણા ફેલાવવા માટે અને મીડિયામાં છવાઈ જવા માટે ફેલાવવામાં આવતા હોય છે. અરબાઝે કહ્યુ હતું કે, હું ડેટ કરી રહ્યો છું તેનો મતલબ એ નથી કે અમે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છીએ.
અરબાઝ ભડક્યાં બાદ બોલ્યો હતો કે, હું જ્યાં પણ જાઉં છું એક જ સવાલ કરવામાં આવે છે. અભિનેતાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, તમને આવી વાત કોણ આવીને કહે છે મારા માતા-પિતાએ તમને આ માહિતી આપી કે હું લગ્ન કરવાનો છું. મારા ભાઈઓએ આવું કહ્યું મારી બહેને કહ્યું કે મારા અંગત મિત્રે તમને માહિતી આપી. મને પણ જણાવજો કે, તમને આવી માહિતી કોણ આપી જાય છે.
એક્ટરે આગળ કહ્યું હતું કે, અમે જરૂરથી આ સંબંધને આગળ લઈ જઈશું પણ થોડો સમય આપો. હજુ તો શરૂઆત છે ત્યાં મને પુછવામાં આવે છે કે, તમે આ સંબંધથી ખુશ છો કે નથી? જ્યાં સુધી મારા લગ્નનો સવાલ છે હું સૌને આમંત્રણ આપીશ. વધુ વાંચો