શોધખોળ કરો
Advertisement
ઋષિ કપૂર હોસ્પિટલમાં દાખલ, ફંક્શન છોડી પહોંચ્યા રણબીર અને આલિયા
ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં ખરાબ તબિયતના કારણે દાખલ કરાયા છે.
નવી દિલ્હી: ઋષિ કપૂર ગત વર્ષે કેન્સરની સારવાર કરાવી ન્યૂયોર્કથી આશરે 11 મહિના બાદ ભારત પરત ફર્યા હતા અને હવે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે તમની તબિયત ફરી બગડી છે. ઋષિ કપૂરને દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં ખરાબ તબિયતના કારણે દાખલ કરાયા છે. આલિયા પોતાની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ ખત્મ કરી રણબીર સાથે દિલ્હી પહોંચી ગઈ છે. અરમાન જૈનની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પર્ફોર્મ કરવાના હતાં. જોકે, તેઓ ફેમિલી ઈમર્જન્સીને કારણે તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા હતાં.
પિતાની તબિયતના સમાચાર સાંભળીને રણબીર કપૂર તાત્કાલિક દિલ્હી આવ્યો હતો. ચાહકો તથા મિત્રો એક્ટરની તબિયતને લઈ ચિંતાગ્રસ્ત થઈ ગયા હતાં અને રીષિ કપૂરની તબિયત વધુ ખરાબ નથી, તેને લઈ કપૂર પરિવારને પૂછવા લાગ્યા હતાં.
રીષિ કપૂરને વર્ષ 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક પત્ની તથી દીકરા સાથે કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા. ઋષિ કપૂર આશરે 11 મહિના સુધી ત્યાં રહ્યાં હતાં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement