(Source: ECI/ABP News/ABP Majha)
સલમાન ખાન વધેલી ફાંદ માટે થઈ ગયો ટ્રોલ, લોકો સિક્સ પેક એબ્સ અંગે કરી રહયા છે કેવી કોમેન્ટ્સ ?
વીડિયોમાં વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર યૂઝર્સ સલમાનની મજાક ઉડાવી રહ્યાં છે
મુંબઇઃ બૉલીવુડમાં આજકાલ સિક્સ પેક એબ્સનુ ચલણ વધી રહ્યું છે. હીરોની સાથે સાથે હીરોઇનો પણ હવે પોતાની બૉડીને જબરદસ્ત રીતે એક્સપ્લૉર કરવા માટે સિક્સ પેક એબ્સ બનાવવા તરફ વળી રહી છે. આ લિસ્ટમાં હવે 50 વટાવી ચૂકેલા એક્ટર સલમાન ખાનનુ નામ સૌથી મોખરે છે, કેમ કે આટલી ઉંમર થવા છતાં સલમાન પોતાની ફિલ્મોમાં શર્ટલેસ થઇને ફેન્સને પોતાના સિક્સ પેક એબ્સ બતાવતો રહે છે. જોકે, હવે આ સિક્સ પેક એબ્સના કારણે સલમાન ખાનને ટ્રૉલિંગનો શિકાર થવુ પડ્યુ હતુ. તાજેતરમાં જ સલમાન ખાન 'દબંગ' ટૂર માટે રિયાધ ગયો હતો. અહીંયા સલમાને પોતાની ટીમ સાથે ધમાકેદાર સોંગ્સ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. હવે આ ટૂરનો રિહર્સલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાન ફાંદને કારણે ટ્રોલ થયો છે.
વીડિયોમાં વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર યૂઝર્સ સલમાનની મજાક ઉડાવી રહ્યાં છે. સલમાન ખાન ફિલ્મ 'દબંગ'ના ગીત 'પાંડેજી સીટી...' પર રિહર્સલ કરે છે. સલમાન કાળા રંગની ટી શર્ટ તથા જેકેટમાં હોય છે. રિહર્સલ દરમિયાન સલમાન ખાનની ફાંદ ખાસ્સી વધેલી જોવા મળે છે. સલમાન પોતાની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'માં સિક્સ પેક એબ્સમાં જોવા મળ્યો હતો. ફિલ્મોમાં સલમાનની બૉડી અને રિયલમાં સ્ટેજ પર સલમાનની બૉડીમાં ફરક આવતા લોકો ચોંકી ગયા છે, એટલુ જ નહીં ભાઇજાનને તેના જ ફેન્સ ટ્રૉલ કરવા લાગ્યા છે કે ક્યાં ગઇ તમારી સિક્સ પેક એબ્સ બૉડી........
View this post on Instagram
વીડિયોમાં એક યુઝરે કહ્યું હતું, 'અરે ફાંદ તો જુઓ..' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'આનાથી સાબિત થાય છે કે 'અંતિમ' ફિલ્મમાં સલમાનની બૉડી ફૅક હતી.હવે જુઓ કેટલું પેટ નીકળી ગયું છે.' બીજા એકે ટ્રોલ કરતાં કહ્યું હતું, 'હવે VFXવાળા સિક્સ પેક જોવા મળશે.' અન્ય એકે કહ્યું હતું, 'અંકલનું પેટ બહાર આવી ગયું છે.'
આ પણ વાંચો.....
Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત
Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન