બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. અહીં કોંકણી અને સિંધી રિત રિવાજ મુજબ બન્નેએ લગ્ન કર્યા હતાં. સ્ટાર કપલના 15 નવેમ્બરના રોજ સિંધી વિધિ પ્રમાણે થયેલા લગ્નના ફોટા રણવીર સિંહ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં.
4/6
આ ઉપરાંત 28 નવેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં બીજું રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેમાં ફિલ્મ જગતની હસ્તીઓ ઉપરાંત રણવીરના પરિવારજનો અને મિત્રોને આમંત્રવામાં આવ્યા છે.
5/6
લગ્ન બાદ પહેલી વાર દીપિકા અને રણવીર પતિ-પત્ની તરીકે ઉપસ્થિત રહેશે. દીપિકા પદુકોણ બેંગ્લુરૂની હોવાથી એના પરિવારજનો તથા મિત્રો માટે અહીં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
6/6
બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટાલીમાં લગ્ન કરી ભારત પરત ફર્યાં બાદ નવવધૂની ગૃહપ્રવેશની વિધિ રણવીરસિંહના મુંબઈ સ્થિત ઘરે કરી હતી ત્યાર બાદ બુધવારે આયોજિત રિસેપ્શનમાં હાજરી આપવા બેંગ્લુરુ પહોંચ્યા હતાં.