શોધખોળ કરો
Advertisement
PMC બેંક ડૂબતાં બરબાદ થઈ ગઈ આ હૉટ ટીવી એક્ટ્રેસ, બધી બચત ઉડી જતાં દાગીના વેચવાનો વારો આવ્યો, જાણો વિગત
નૂપુર અલંકાર એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે, તે 100થી વધુ ફિલ્મો અને ટીવી સીરિયલો અને શૉમાં કામ કરી ચૂકી છે
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકાર હાલ ગંભીર આર્થિક સંકટોમાંથી ગુજરી રહી છે, પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી) ડુબવાના કારણે તેની બધી બચત ડુબી ગઇ હોવાનુ સામે આવ્યુ છે. ટીવી એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં પોતાની આર્થિક હાલત વિશે જણાવતા કહ્યું કે, તે હાલ પોતાના દાગીના વેચીને અને મિત્રો પાસેથી ઉધાર લઇને ગુજરાત ચલાવી રહી છે.
એક્ટ્રેસ નૂપુરએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી) ડુબવાથી તે મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, કેમકે તેનુ બેન્ક એકાઉન્ટ તે બેન્કમાં હતુ અને બધા ફ્રિઝ છે. તેની મા, બહેન, પતિ, નણંદ અને સસરા બધાના એકાઉન્ટ ફ્રિઝ થઇ ગયા છે. આરબીઆઇએ હાલમાં પીએમસી બેન્કના ખાતાધારકો પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. એક્ટ્રેસ નૂપુરના મતે તેના ઘરમાં પૈસા નથી.
પોતાની ખાસ્તા હાલત વિશે એક્ટ્રેસ નૂપુરે જણાવ્યુ કે, હાલ તે પોતાના સોના-ચાંદી અને દાગીના વેચીને પોતાનુ ઘર ચલાવી રહી છે. એટલુ જ નહીં તેને પોતાના સાથીદારો અને કલાકાર મિત્રો પાસેથી પણ ઉઘાર માંગવા પડ્યા છે.
નૂપુર અલંકાર એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે, તે 100થી વધુ ફિલ્મો અને ટીવી સીરિયલો અને શૉમાં કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement