શોધખોળ કરો
Advertisement
પ્રિ-અવોર્ડમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો જોવા મળ્યો સ્ટનિંગ લુક, તસવીરો જોતા રહી જશો
આ પાર્ટીમાં સાટીન બેકલેસ ગાઉન પહેરીને પહોંચેલી પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. પાર્ટીમાં જતા પહેલાં પ્રિયંકાએ તેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
લોસ એન્જલસઃ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ગ્રેમી અવોર્ડ્સ 2020માં જોવા મળશે. અવોર્ડ્સ નાઈટ પહેલાં પ્રિ અવોર્ડ પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં સાટીન બેકલેસ ગાઉન પહેરીને પહોંચેલી પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. પાર્ટીમાં જતા પહેલાં પ્રિયંકાએ તેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
પ્રિયંકા ચોપરાએ ડિઝાઈનર નિકોલસ જિબ્રાને ડિઝાઈન કરેલું બેઝ કલરનું સાઈડ સ્લિટ ગાઉન પહેર્યું હતું. હેર-સ્ટાઈલ તથા મેક-અપ કમાલનો હતો. આ ગાઉનમાં પ્રિયંકા ચોપરા ગોર્જિયસ જોવા મળી હતી. પ્રિયંકા ઉપરાંત પ્રિ-અવોર્ડ પાર્ટીમાં રૈપર કાર્ડી બી, જેસ્સી જે, અશર, બોય બેન્ડ BTS સહિતના હોલિવૂડના બિગ સેલેબ્સ જોવા મળ્યાં હતાં.
પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ગ્રેમી અવોર્ડ્સમાં પોતાના બેન્ડ ‘જોનસ બ્રધર્સ’ સાથે પર્ફોર્મ કરવાનો છે. જોનસ બ્રધર્સ બેસ્ટ પોપ ડ્યૂઓ/ગ્રૂપ પર્ફોર્મન્સ માટે નોમિનેટ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement