બ્લેક આઉટફિટમાં સુંદરતા ફેલાવતી દેખાઇ Tina Dutta, તસવીર શેર કરીને બતાવ્યુ કઇ રીતે વિત્યો સન્ડે
આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. ટીના દત્તા પોતાના બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એકથી એક ચઢિયાતી શાનદાર તસવીરો શેર કરી છે.
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર એકદમ સુંદર તસવીર શેર કરી છે, તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. ટીના દત્તા પોતાના બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એકથી એક ચઢિયાતી શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં ટીના બ્લેક આઉટફિટમાં દેખાઇ રહી છે.
ટીના દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું- રવિવારનો દિવસ આનાથી વધુ સારુ શું હોઇ શકે છે, જ્યારે સિમ્બાનો પ્રેમ મળે અને ખન્ના સાહબ મારી તસવીર લે. આ તસવીરમાં તેની સાથે તેનો કુતરો સિમ્બા પણ દેખાઇ રહ્યો છે. વળી, તેના પર્સનલ ફોટોગ્રાફર અમિત ખન્નાને ટેગ કર્યો છે. તસવીરમાં ટીના દત્તા એકદમ સુંદર લૂક આપતી દેખાઇ રહી છે. ટીના ફેન્સ પણ જોરદાર કૉમેન્ટ કરી રહ્યાં છે. ફેન્સ આ તસવીર પર કૉમેન્ટની સાથે સાથે કેટલીક ઇમૉજ પણ મુકી રહ્યાં છે.
ફેન્સ આપી રહ્યાં છે પોતાનુ રિએક્શન-
આ તસવીર પર ટીના દત્તાના ફેન્સ જોરદાર રિએક્શન આપી રહ્યાં છે. તેને ટીનાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. એક યૂઝરે લખ્યું- એકદમ શાનદાર તસવીર.... એક યૂઝરે લખ્યું- તમારી સુંદરતા પણ તમારી ઓળખ છે... વળી એક યૂઝરે ટીનાની પ્રસંશા કરતા લખ્યુ- અમે બધા ઇચ્છીએ છીએ કે તમે આ રીતે જ આગળ વધો... ટીનાની આ તસવીર પર ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ જબરદસ્ત પોતાની પ્રતિક્રિયા આપતા દેખાઇ રહ્યાં છે. ટીનાનો સોશ્યલ મીડિયા તેના શાનદાર અને ગ્લેમરસ તસવીરોથી ભરેલુ પડ્યુ છે.
નોંધનીય છે કે, એક્ટ્રેસ ટીનાનુ એક ફોટોશૂટ ખુબ ચર્ચામાં આવી ચૂક્યુ છે. અગાઉ એક ન્યૂડ વ્યક્તિ સાથે ફોટોશૂટ કરાવ્યુ હતુ. ટીના એક ન્યૂડ મોડલ પર બેઠેલી છે. ટીનાનો આ અવતાર જોઇને તેના ફેન્સ ખૂબ શોક્ડ છે. ટીનાની સાથે જે મોડલ છે, તેનું નામ અંકિત ભાટિયા છે. 2018ના કેલેન્ડર માટે ટીનાએ આ ફોટોશૂટ કરાવ્યું છે.