શોધખોળ કરો
Advertisement
‘ઓડિશનમાં ડાયરેક્ટરે મને અજાણ્યા વ્યક્તિ સાથે સેક્સનું કહ્યું!’ આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો
અદિતીએ કહ્યું કે, ‘તે સમયે હું અરુણોદયને ઓળખતી જ નહોતી. તે લાંબો-પહોળો છે… તે સમયે હું એ જ વિચારી રહી હતી કે શું ચાલી રહ્યું છે?’
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદ્રરીએ ઓડિશન દરમિયાનનો એક કિસ્સો શેલ કર્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહીછે. અદિતિએ જણાવ્યું કે, ‘યે સાલી જિંદગી’ માટે તેને ઓડિશનમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઇન્ટીમેટ થવાનું કહેવામાં આવ્યું હતું.
અદિતીએ એક ટોક શોમાં પાતાના જીવનને લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જેમ કે, મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’થી તેને ફિલ્મી દુનિયા તરફ આકર્ષણ થયું હતું. ખાસ તો ફિલ્મનું ગીત ‘કહના હી કયા’ તેને ખૂબ જ પસંદ આવ્યું હતું.
અદિતીએ કહ્યું કે, ‘તે સમયે હું અરુણોદયને ઓળખતી જ નહોતી. તે લાંબો-પહોળો છે… તે સમયે હું એ જ વિચારી રહી હતી કે શું ચાલી રહ્યું છે?’ અદિતીએ એ પણ કહ્યું કે અરુણોદય સિંહ ખૂબ વિનમ્ર હતો. નોંધનીય છે કે 21 વર્ષે જ એક્ટર સત્યદીપ મિશ્રા સાથે તેના લગ્ન થયા હતાં અને પછી બન્ને અલગ થઈ ગયાં હતાં.
પોતાની પર્સનલ લાઈફ વિશે પણ તેણે ઘણી વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તે પાંચમા ધોરણમાં હતી ત્યારે તેને પહેલો લવ લેટર મળ્યો હતો. અદિતીએ પોતાની ‘ડેટિંગ ગેમ’ વિશે પણ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ’21 વર્ષે જ હું આ પ્રકારના રિલેશનમાં આવી તો મારી ડેટિંગ ગેમ ઝીરો હશે. રાઈટ? ડેટ કેવી રીતે કરાય છે તે કદાચ મને ખબર નથી?’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement