શોધખોળ કરો
Advertisement
લગ્નના 9 વર્ષ બાદ માતા બનશે આ એક્ટ્રેસ, પતિ સાથે જીતી હતી ‘નચ બલિએ’ શો
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ અને પાર્ટી અટેન્ડ ન કર્યા બાદથી જ માહીની પ્રેગ્નેન્સીના અહેવાલ શરૂ થયા હતા. ત્યાર બાદ જ તેના મિત્રોએ માહીની પ્રેગ્નેન્સીનું અનુમાન લગાવ્યું હતું.
મુંબઈઃ માહી વિજ અને જય ભાનુશાળીના ઘરે ટૂંકમાં જ નવા મહેમાનનું આગમન થવાનું છે. અહેવાલ છે કે બન્ને માતા-પિતા બનવાના છે. માહી વિજ પ્રેગ્નેન્ટ છે અને તેને બીજો મહીનો ચાલી રહ્યો છે. જોકે આ મામલે કપલે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી પરંતુ અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ કપેલ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.
અહેવાલ અનુસાર, એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ અને પાર્ટી અટેન્ડ ન કર્યા બાદથી જ માહીની પ્રેગ્નેન્સીના અહેવાલ શરૂ થયા હતા. ત્યાર બાદ જ તેના મિત્રોએ માહીની પ્રેગ્નેન્સીનું અનુમાન લગાવ્યું હતું.
નોંધનીય છે કે, જય ભાનુશાળી અને માહી વિજ પહેલાથી જ બે બાળકોના માતા પિતા છે. જય અને માહીએ એક દીકરો અને દીકરીને દત્તક લીધા છે. આ બન્ને બાળકો પોતાના સગા માતા પિતા સાથે રહે છે પરંતુ તેનો અભ્યાસ અને અન્ય જરૂરતોનો ખર્ચ જય અમે માહી ઉઠાવે છે.
આ બન્ને બાળકો તેના કેયરટેકરના છે. બાળપણથી જ માહીના પરિવારમાં એક કેયરટેકર હતા. 2011માં જય ભાનુશાળી સાથે લગ્ન બાદ આ કેરટેકર પણ માહીના ઘરમાં જ રહેવા લાગ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement