શોધખોળ કરો
Advertisement
અજય દેવગનની ફિલ્મ 'તાનાજી'ની શાનદાર કમાણી, કબીર સિંહ, ઉરીને છોડી પાછળ
અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર તીજા સપ્તાહે પણ બમ્પર કમાણી કરી રહી છે.
મુંબઈ: અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર તીજા સપ્તાહે પણ બમ્પર કમાણી કરી રહી છે. બે મોટી ફિલ્મ કંગના રનૌતની પંગા અને વરૂણ ધવન-શ્રદ્ધાની સ્ટ્રીટ ડાન્સર 3Dની રિલીઝ છતાં ફિલ્મની કમાણી પર કોઈ અસર નથી પડી રહી.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વિટ મુજબ ત્રીજા સપ્તાહના પ્રથમ દિવસ શુક્રવારે 5.38 કરોડની કમાણી કરી હતી. બાદમાં ફિલ્મે બીજા દિવસે શનિવારે 9.52 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે રિલીઝના 16 દિવસમાં કુલ 212.35 કરોડની કમાણી કરી લીધી છે.
#Tanhaji is rewriting the rules of the game... Trends better than #BajrangiBhaijaan, #Sultan, #TZH, #Sanju, #Uri, #KabirSingh, #GoodNewwz in *Weekend 3*... Will hit double digits on [third] Sun... [Week 3] Fri 5.38 cr, Sat 9.52 cr. Total: ₹ 212.35 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 26, 2020
અજયની તાનાજીએ 17.90 કરોડની કમાણી સાથે ઘણી મોટી ફિલ્મોની પાછળ છોડી દીધી છે. ત્રીજા સપ્તાહના પ્રથમ બે દિવસમાં સલમાનની બજરંગી ભાઈજાન 11.40 કરોડ, સુલ્તાન 5.95 કરોડ, ટાઈગર જિંદા હૈ 9.34 કરોડ અને રણબીર કપૂરની સંજૂ 12.17 કરોડ, વિકી કૌશલની ઉરી 14.15 કરોડ, શાહિદની કબીરસિંહ 12.91 કરોડ અને અક્ષયની ગુડ ન્યૂઝ 5.13 કરોડ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.#Tanhaji versus big hits in *Weekend 3*... ⭐️ #BajrangiBhaijaan: Fri 4.60 cr, Sat 6.80 cr. Total: ₹ 11.40 cr ⭐️ #Sultan: Fri 2.14 cr, Sat 3.81 cr. Total: ₹ 5.95 cr ⭐️ #TZH: Fri 3.72 cr, Sat 5.62 cr. Total: ₹ 9.34 cr ⭐️ #Sanju: Fri 4.42 cr, Sat 7.75 cr. Total: ₹ 12.17 cr
— taran adarsh (@taran_adarsh) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement