Alia Bhatt Mehendi Unseen Photos: આલિયાના લગ્નમાં કોણ ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યુ હતુ ? જુઓ તસવીરો
આકાંક્ષા રંજને સોશ્યલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે, તેમાં તેના બદલતા મૂડને જોવા મળી રહ્યો છે. શરૂઆતી તસવીરોમાં આકાંક્ષા રંજન એન્જૉય કરતી દેખાઇ રહી છે.
Alia Bhatt Mehendi Unseen Photos: બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજેતરમાં જ લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. બન્નેના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, લગ્નની અનદેખી તસવીરો ફેન્સને જોવા મળી રહી છે. આલિયાની બેસ્ટ ફ્રેન્ડ તેની મહેંદી સેરેમનીમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી. આલિયાની મહેંદીની કેટલીક અનસીન તસવીરો આકાંક્ષા રંજન કપૂરે શેર કરી છે, જેમાં તે રડતી દેખાઇ રહી છે, અને આલિયા તેને ચુપ કરાવી રહી છે.
આકાંક્ષા રંજને સોશ્યલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે, તેમાં તેના બદલતા મૂડને જોવા મળી રહ્યો છે. શરૂઆતી તસવીરોમાં આકાંક્ષા રંજન એન્જૉય કરતી દેખાઇ રહી છે. તે હંસી રહી છે, ડ્રિન્ક એન્જૉય કરી રહી છે, ત્યારબાદની તસવીરોમાં તે ઇમૉશનલ થતી દેખાઇ રહી છે, એક તસવીરમાં આકાંક્ષા રંજન રડી રહી છે, આલિયાએ તેનો હાથ પકડ્યો છે, છેલ્લી તસવીરમાં તે બહુજ રડતી દેખાઇ રહી છે.
આકાંક્ષા રંજને તસવીરો શેર કરતા પોતાની જ મજાક ઉડાવી છે, દરેક લગ્નમાં આકાંક્ષા રંજન કપૂરને વધતા ઇમૉશન્સ. આકાંક્ષા રંજનની તસવીરો પર આલિયાએ કૉમેન્ટ કરી છે, આલિયાએ લખ્યું -ડેડ અને હંસવા વાળી ઇમૉજી. વળી આકાંક્ષા રંજનની બહેન અનુષ્કાએ કન્ફોર્મ કર્યું કે તે બહુજ રડે છે, તેને કૉમેન્ટ કરી- હાહાહાહા બહુજ રડે છે હું કહી શકુ છું.
View this post on Instagram
આકાંક્ષા રંજનની પૉસ્ટ વાયરલ થઇ રહી છે, તેની પૉસ્ટ પર સેલેબ્સ અને ફેન કૉમેન્ટ કરી રહ્યાં છે, આ પૉસ્ટને હજારો ફેન્સ લાઇક કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂ ર 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા, અને રણબીરના લગ્ન તેમને બ્રાન્દ્રા વાળા ઘરે થયા હતા, આલિયા અને રણબીરના લગ્નમાં પરિવાર વાળા અને કેટલાક ખાસ દોસ્તો જ સામેલ થયા હતા.
આ પણ વાંચો.........
Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા
Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા