શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાની મંગેતરના બેબી બેંપ પર એક્સ બોયફ્રેન્ડે આપ્યું આવું રિએકશન, જાણો વિગતે
હાર્દિક પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે જ તેણે લખ્યું, - નતાશા અને મેં એક સાથે લાંબી સફર કરી છે.
મુંબઈ: હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર નતાશાના બેબી બંપ સાથે તસવીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું અમે પોતાની જિંદગીમાં જલ્દી એક નવી જિંદગીનું સ્વાગત કરવા માટે ઉત્સાહીત છીએ. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ટેલીવિઝન પર્સનાલિટી નતાશા સ્ટેનકોવિક પોતાના પ્રથમ બાળકની આશા કરી રહ્યા છે. ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર નતાશાના બેબી બંપ સાથે તસવીરો અને એક પારંપરિક સમારોહની કેટલીક તસવીરો શેર કરી છે.
હાર્દિક પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે જ તેણે લખ્યું, - નતાશા અને મેં એક સાથે લાંબી સફર કરી છે. અમે ખૂબ જલ્દી પોતાની જિંદગીમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. બંનેએ એક પારંપરિક સમારોહની પણ તસવીર શેર કરી છે. જેમાં બંનેએ માળા પહેરી છે. એવામાં ઘણા લોકો વિચારીને હેરાન રહી ગયા કે શું બંને એ લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા હતા.
હાર્દિક પંડ્યાએ તસવીર શેર કરતાની સાથે જ ખેલાડીઓએ તેને શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં ચહલ અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ સૌથી પહેલા શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન નતાશાની પ્રેગ્નેંસીને લઈ તેના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીનું રિએક્શન પણ વાયરલ થઈ રહ્યું છે. નતાશાની બેબી બંપ પોસ્ટ પર તેના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ તેને અભિનંદન આપવાની સાથે દિલવાળી ઈમોજી પણ મુકી છે. તેનું આ રિએક્શન ફેંસને ઘણું પસંદ આવી રહ્યું છે. નતાશા અને અલી ગોનીએ નચ બલિયેમાં સાથે ભાગ લીધો હતો. નતાશાએ હાર્દિક સાથે સગાઈ કરી લીધી હોવા છતાં અલીનું નામ તેના સારા મિત્રોના લિસ્ટમાં આવે છે. વર્ષ 2020ની શરૂઆતમાં જ હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. તેણે રિંગ પહેરાવીને નતાશાને પ્રપોઝ કર્યું હતું. બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement