Alia-Ranbir Baby Girl: હમ પ્યાર સે ભરે હુએ હૈ, દીકરીના જન્મ બાદ આલિયા ભટ્ટની પહેલી પોસ્ટ
Alia-Ranbir Baby Girl: અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકો માટે સારા સમાચાર છે. આલિયા ભટ્ટ માતા બની ગઈ છે. તેણે રવિવારે એક બાળકીને જન્મ આપ્યો. તેણે ખુદ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી
Alia-Ranbir Baby Girl: અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકો માટે સારા સમાચાર છે. આલિયા ભટ્ટ માતા બની ગઈ છે. તેણે રવિવારે એક બાળકીને જન્મ આપ્યો. તેણે ખુદ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી.
એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ગુડ ન્યૂડ આવ્યા છે. ‘આ ક્યૂટ કપલ પેરેન્ટ બની ગયું છે. આલિયાએ એક બાળકીને જન્મ આપ્યો છે. આલિયાએ આ ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને તેની જાણકારી આપી હતી. આલિયાએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું- 'અમારું બાળકી આવી ગયું છે અને જે મેજિકલ ગર્લ છે. અમે પ્રેમથી ભરેલા છીએ. અમે માતાપિતા બનવા માટે ઉત્સાહિત છીએ. આલિયા અને રણબીર તરફથી ઘણો પ્રેમ’.
12.05 મિનિટે પુત્રીનો જન્મ થયો હતો
તમને જણાવી દઈએ કે આલિયાને મુંબઈના એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટે 12.05 મિનિટે પુત્રીને જન્મ આપ્યો હતો. રણબીર કપૂર, સોની રાઝદાન અને નીતુ કપૂર તમામ હોસ્પિટલમાં છે. આલિયા માતા બની ત્યારે દરેક લોકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. નીતુ કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું - આશીર્વાદ. આ સાથે નીતુએ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું હતું.
View this post on Instagram
આલિયાના ગૂડ ન્યુઝથી ફેન્શ ખુશ ખુશાલ
આલિયા માતા બનવાના સમાચારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આલિયા ભટ્ટનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ચાહકો સતત પોસ્ટ કરી રહ્યા છે. “આલિયા અને રણબીરને દીકરીના જન્મ બદલ અભિનંદન”