આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે
આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.
નવી દિલ્હીઃ આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case)ને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીન વાનખેડે (Sameer Wankhede)એ જે રીતે હેન્ડલ કર્યો, તેને કેન્દ્રીય ગૃહમંત્રાલયે વધુ ગંભીરતાથી લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આનાથી ખુબ નારાજ થઇ ગયા છે. આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.
બીજેપીના કેટલાક નેતા ત્રણ દિવસની મહત્વની બેઠક માટે દિલ્હીમાં હતા, આ દરમિયાન બતાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહે રાજ્યના કેટલાક બીજીપે નેતાઓની સાથે ચર્ચાઓ કરી. આ ઉપરાંત અન્ય સુત્રો સાથે પણ તેને માહિતી મેળવી. આર્યન ખાન મામલાની તપાસ અને આ મામલાને હેન્ડલ કરવાની રીતમાં કેટલીય કમીઓ ઉજાગર થઇ છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રાલય આ મામલામાં ચુપ રહેવાનુ જ સારુ સમજી રહ્યાં છે.
કોઇ સ્વચ્છંદતાથી અધિકારોનો ઉપયોગ નથી કરી શકતુ-
સામાન્યરીતે NCBના દરરોજના કામોમાં ગૃહમંત્રાલય હસ્તક્ષેપ નથી કરતુ પરંતુ કોઇપણ કામથી જો સંસ્થાની ઇમેજ બગડે છે કે બદનામી થાય છે, તો આવા કામોની પરવાનગી અધિકારીને નથી આપવામાં આવતી. એનસીબીના ડીજી સત્યનારાયણ પ્રધાનને પણ તપાસમાં કેટલીક કમીઓ દેખાઇ છે. આ કમીઓ ઉજાગર થયા બાદ હવે આ કેસમાં સમીર વાનખડેને પુરેપુરી છૂટ નથી આપવામાં આવી.
ડ્રગ્સ ના મળવાની જાણકારી પણ હેડક્વાર્ટરને નથી-
સુ્ત્રોના હવાલાથી ખબર મળી રહી હતી કે વિભાગીય કાર્યાલયે દિલ્હી સ્થિત હેડક્વાર્ટરને તમામ જાણકારીઓ ન હતી આપી. આર્યન ખાનની પાસેથી ડ્રગ્સ નથી મળી આવ્યુ, આ મુખ્ય જાણકારી દિલ્હી સ્થિત મુખ્યાલયને નથી આપવામાં આવી, જ્યારે કાયદાથી આવી તમામ પ્રકારની માહિતી હેડક્વાર્ટરમાં પહોંચાડવી જોઇતી હતી.
સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી-
આ બાજુ સમીર વાનખેડે શનિવારે એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધરને મળ્યા. તેમને પોતે અનુસૂચિત જાતીનો હોવાનો સબૂત રજૂ કર્યુ. અરુણ હલધરનુ નિવેદન પણ આવ્યુ કે સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો હોય, તેના સબૂતો નથી મળતા, પરંતુ નવાબ મલિક પોતાન આ વાત પર કામય છે કે સમીર વાનખેડે મુસ્લિમ છે. તેને નકલી જાતી પ્રમાણપત્રના આધાર પર અનામતનો લાભ લીધો છે અને આઇઆરએસની નોકરી મેળવી લીધી છે.