શોધખોળ કરો
Advertisement
બળાત્કારી આસારામના જીવન પર બનશે બાયોપિક, આ બે એક્ટ્રેસ હશે મહત્ત્વપૂર્ણ રોલમાં
રેપના આરોપો અને આ મામલે કોર્ટમાં દોષી જાહેર થયા બાદ આસારામ પર પ્રોડ્યૂસર સુનીલ બોહરા ફિલ્મ બનવાવાનું વિચારી રહ્યા છે.
નવી દિલ્હીઃ રેપના આરોપો અને આ મામલે કોર્ટમાં દોષી જાહેર થયા બાદ આસારામ પર પ્રોડ્યૂસર સુનીલ બોહરા ફિલ્મ બનવાવાનું વિચારી રહ્યા છે. તેમણે આસારામ પર લખેલ બુક ગોડ ઓફ સિનઃ ધ કલ્ટ, ક્લાઉટ અને ડાઉનફોલ ઓફ આસારામ બાપૂના રાઈટ્સ ખરીદી લીધા છે. તેના લેખન ઉશીનર મજૂમદારે હાલમાં જ ફિલ્મ અને તેની કાસ્ટને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
અહેવાલ પ્રમાણે આસારામ પર આધારિત ફિલ્મમાં ક્યા કલાકારો હોઈ શકે છે તો લેખકે કહ્યું કે, આસારામને જેલ સુધી પહોંચાડવા માટે બે મહિલા પોલીસ મુખ્ય છે. જેના નામ શોભા ભુતાડા અને ચંચલ મિશ્રા છે. આ બે પાત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે આગળ જણાવ્યું કે, આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્મા મહિલા પોલીસના પાત્ર માટે મને યોગ્ય લાગે છે. જોકે ફિલ્મસર્જક લેખકની વાતને માને છે કે નહીં તે તો સમય જ દાખવશે.
સુનીલે જણાવ્યું કે, મે પુસ્તક વાંચ્યુ છે અને હું પીસી સોલંકીથી ઘણો પ્રભાવિત થયો જેમણે પીડિત યુવતીનો ફ્રીમાં કેસ લડ્યો અને તેને ન્યાય પણ અપાવ્યો. આ કેસ સાથે સંબંધિત સુરત અને જોધપુર જેલની બે મહિલા પોલીસ અધિકારીઓએ મને બાયોપિક બનાવવા માટે પ્રેરિત કર્યો. મારી નજરમાં તે અસલી હીરો છે. અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
સુનીલે વધુમાં જણાવ્યું કે, મે ગત મહિને પુસ્તકના રાઇટ્સ ખરીદ્યા છે. મે લેખકોને મળવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ થઇ જશે. તે બાદ કાસ્ટ પર કામ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement