Lip Surgery: આ મશહૂર એક્ટ્રેસે કરાવી હોઠની સર્જરી, થયો આવો હાલ, ઓળખવી પણ મુશ્કેલ! જુઓ વીડિયો
બોલિવૂડ એક્ટ્રેસ આયશા ટાકિયા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહી છે. તેમણે હોઠની સર્જરી કરાવી છે. જેનો એક વીડિયો શેર કર્યો છે.
બોલિવૂડ: એક્ટ્રેસ આયશા ટાકિયા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહી છે. તેમણે હોઠની સર્જરી કરાવી છે. જેનો એક વીડિયો શેર કર્યો છે.
લગભગ દશકથી બોલિવૂડથી ગાયબ રહેલી આયશા ટાકિયા હાલ એક વિચિત્ર ઘટનાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. તેને લોકો આજે તેના હોઠની સર્જરીના કારણે ટ્રોલ કરી રહ્યાં છે. વોન્ટેડ ફિલ્મમાં સલામાન ખાન સાથે કામ કરી ચૂકેલી આયશાએ હાલ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડર પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયામાં તે હોઠની સર્જરી થયા બાદનો છે. તેનો વીડિયો જોઇને યુઝર્સ જુદી જુદી કમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, “આપને યે ક્યાં કર લિયા, પહેલે ઇસસે અચ્છી દિખતી થી”
View this post on Instagram
કેવી હતી અને કેવી થઇ ગઇ
વીડિયોમાં આયેશાના હોઠ મોટા દેખાઇ રહ્યાં છે. તેમનો ચહેરો ખૂબ જ અલગ દેખાઇ રહ્યો છે. વીડિયો જોઇને લોકોએ તેનો મજાક ઉડાવ્યો છે અને ખરી ખોટી પણ સંભળાવી છે. જો કે આયશાને હશે કે સર્જરી બાદ તેના ફેન્સ તેનું નવું લૂક જોઇને ખુશ થશે પરંતુ જો કે તે ફેન્સના ગુસ્સાનો શિકાર થઇ રહી છે અને યુઝર્સ વિચિત્ર કમેન્ટ કરી રહ્યાં છે. યુઝરે લખ્યું. “ક્યાં હો ગયા હૈ આપકો મેડમ, ક્યાં થે ઔર ક્યાં હો ગયે, તો બીજા યુઝરે લખ્યુ, “ઇસને તો અપના ચહેરા બિગાડ લિયા”
2017માં આયશા એક કેફે લોન્ચ પર પહોચી હતી. આ દરમિયાન તેમના હોઠોની સર્જરી સામે આવી હતી. આયેશાની લિપ સર્જરીના કારણે તેનો ચહેરો ખૂબ જ ખરાબ થઇ ગયો હતો. લોકો તેમની તુલના કાઅલી જેનર સાથે કરી રહ્યાં છે. થોડા સમય પહેલા પણ તે તેના લૂકને લઈને ટ્રોલ થઇ હતી. તેમને ટ્રોલિંગનો જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે,”લોકોએ સમજવું જોઇએ કે, કોઇને નીચા દેખાડવું યોગ્ય નથી. આપણે બધા જ અલગ-અલગ છીએ અને તેની સુંદરતા પણ વિભિન્ન પ્રકારની છે. આપણે કોઇના કોઇ કારણસર આ દુનિયામાં આવ્યાં છીએ.આયશા ટાકિયાના લગ્ન 2009માં અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે થયા હતા ત્યારબાદ તે એક્ટિંગમાં જોવા ન મળી.