શોધખોળ કરો
Advertisement
વિવાદોમાં રહેલ કપિલ શર્માને થયું મોટું નુકસાન, ફેન્સ થશે નિરાશ
મુંબઈઃ કપિલ શર્મા દરેક ઘરમાં ફેમસ છે. તેમણે પોતાના કોમેડી શોથી લોકોને ખૂબ હસાવ્યા છે. વિતેલા થોડા દિવસથી સતત ચર્ચામાં રહેલ કપિલ શર્મા ફરી શો દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવવા માગે છે પરંતુ તેના શોનું પ્રદર્શન સતત જળવાઈ રહ્યું નથી. નવજોત સિંહ સિદ્ધૂના ગયા બાદ હવે અહેવાલ આવ્યા છે તે જાણીને તેના ફેન્સ ખૂબ નિરાશ થઈ શકે છે.
બ્રોડકાસ્ટ રિસર્ચ ઓડિયંસ કાઉન્સિલ(બીએઆરસી)એ વર્ષ 2019ના 10માં સપ્તાહના રેટિંગ્સ જારી કર્યા છે. કપિલનો શો ‘ધ કપિલ શર્મા શો’ 2.0ની રેટિંગ સાથે ટોપ 5થી બહાર થઈ છઠ્ઠા ક્રમે આવી ગયો છે. જ્યારે 8માં સપ્તાહે કપિલનો શો બીજા ક્રમે હતો અને 9માં સપ્તાહે 2 ક્રમ નીચે ગગડીને ચોથા નંબરે આવી ગયો હતો. પરંતુ આ વખતે તો શો ટોપ 5માં પણ નથી.
શોમાં નવજોત સિંહ સિદ્ધૂના આઉટ થતા અને અર્ચના પૂરણ સિંહના ઇન થવાની અનિશ્ચતતાઓ વચ્ચે શોમાં મોટા સ્ટાર્સનું ન આવવું પણ શોની લોકપ્રિયતા ઓછી થવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement