શોધખોળ કરો
પ્રભાસની ‘મા’ની ભૂમિકા ભજવશે સલમાનની આ એક્ટ્રેસ, સાઉથ ફિલ્મનો બનશે હિસ્સો
હાલમાંજ પ્રભાસે પોતાની આ ફિલ્મની શૂટીંગ શરૂ કર્યું હતું. જેની જાણકારી તેમણે પોતાનાં ફેન્સને સોશ્યલ મિડિયા પોસ્ટ દ્રારા આપી હતી. પ્રભાસે એક ફોટો શેર કર્યો હતો.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’થી ડેબ્યૂ કર્યું હતું. ભાગ્યશ્રીનું ડેબ્યૂ સુપરહિટ રહ્યું અને આ સાથે તે બોલિવુડમાં જાણીતું નામ બની ગઈ. સલમાનની સાથે સ્ક્રીન પર રોમાન્સ કરનારી આ એક્ટ્રેસ હવે સાઉથના સુપરસ્ટાર પ્રભાસની માનો રોલ પ્લે કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, ભાગ્યશ્રી પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રભાસ 20’માં એક્ટરની માતાનો રોલ નિભાવશે. પ્રભાસ હાલ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે, ભાગ્યશ્રીએ શૂટિંગ શરૂ કરી લીધું છે. ફિલ્મમાં એક્ટ્રેસનો રોલ મહત્વનો છે. જો કે ફિલ્મ સાથે જોડાયેલા અધિકારીકા લોકોએ હજુ સુધી આ વાતની પુષ્ટી કરી નથી. પ્રભાસની આ ફિલ્મ એક એપિક લવ સ્ટોરી હશે. જેમાં તેમની સાથે પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે.
હાલમાંજ પ્રભાસે પોતાની આ ફિલ્મની શૂટીંગ શરૂ કર્યું હતું. જેની જાણકારી તેમણે પોતાનાં ફેન્સને સોશ્યલ મિડિયા પોસ્ટ દ્રારા આપી હતી. પ્રભાસે એક ફોટો શેર કર્યો હતો. વાત કરીએ ભાગ્યશ્રીની તો, 1989માં સુપરહિટ ડેબ્યૂ બાદ તેણે 2-3 હિદી ફિલ્મોમાં કામ કર્યું અને બાદમાં સાઉથની ફિલ્મો કરવા લાગી. ભાગ્યશ્રીએ તેલુગુ અને કન્નડ ફિલ્મો પણ કરી છે. આ સિવાય તેણે બંગાળી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો.
હાલમાંજ પ્રભાસે પોતાની આ ફિલ્મની શૂટીંગ શરૂ કર્યું હતું. જેની જાણકારી તેમણે પોતાનાં ફેન્સને સોશ્યલ મિડિયા પોસ્ટ દ્રારા આપી હતી. પ્રભાસે એક ફોટો શેર કર્યો હતો. વાત કરીએ ભાગ્યશ્રીની તો, 1989માં સુપરહિટ ડેબ્યૂ બાદ તેણે 2-3 હિદી ફિલ્મોમાં કામ કર્યું અને બાદમાં સાઉથની ફિલ્મો કરવા લાગી. ભાગ્યશ્રીએ તેલુગુ અને કન્નડ ફિલ્મો પણ કરી છે. આ સિવાય તેણે બંગાળી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. વધુ વાંચો





















