શોધખોળ કરો
બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ છાણા થાપવા થઈ મજબૂર, જાણો વિગત
![બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ છાણા થાપવા થઈ મજબૂર, જાણો વિગત Bhumi Pednekar and Tapsi Pannu in desi girl’s role in upcoming movie બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ છાણા થાપવા થઈ મજબૂર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/11181443/gobar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ફાઇવ સ્ટાર લાઇફ છોડીને બોલીવૂડની બે એક્ટ્રેસ એક ગામડામાં પહોંચી ગઈ છે. જ્યાં તેઓ છાણા થાપી રહી છે. ગામડાની મહિલાઓના રૂપમાં ભૂમિ પેડનકર અને તાપસી પન્નૂ મેરઠ અને બાગપતમાં ચર્ચાનો વિષય બની છે. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘સાંડ કી આંખ’નું શૂટિંગ યુપીમાં વિવિધ લોકેશન્સ પર થઈ રહ્યું છે.
આ ફિલ્મથી તુષાર હિરાનંદાની ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. તુષાર ફિલ્મના રાઇટર પણ છે. આ ફિલ્મની કહાની ઉત્તર પ્રદેશના ફીમેલ શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમર પર આધારિત છે. ચંદ્રો વિશ્વની સૌથી વયોવૃદ્ધ શૂટર છે. તેની 81 વર્ષીય નણંદ પ્રકાશી તોમર પણ ચંદ્રોને જોઈ શૂટિંગ કરવા લાગી હતી.
પ્રકાશીને રિવોલ્વર દાદી અન ચંદ્રોને શૂટર દાદીના નામે ઓળખવામાં આવે છે. આ બંનેથી પ્રેરિત થઈને અનેક મહિલાઓ પણ તેમની રાઇફલ ક્લબમાં સામેલ થઈ હતી. ફિલ્મમાં ભૂમિ પેડનકર અને તાપસી પન્નૂ બંનેનો રોલ કરતી નજરે પડશે. ફિલ્મમાં ભૂમિ અને તાપસી દેશી અંદાજમાં નજરે પડશે. બંનેની દેશી લુકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફિલ્મમાં પ્રકાશ ઝા ચંદ્રોના જેઠની ભૂમિકા ભજવશે.
હાલમાં જ ભૂમિ પેડનકરની ફિલ્મ સોનચિડિયા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સમીક્ષકોએ આ ફિલ્મની ઘણી પ્રશંસા કરી છે. જ્યારે તાપસી પન્નૂની ફિલ્મ બદલા પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે મહાનાયક અભિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
![બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ છાણા થાપવા થઈ મજબૂર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/11181512/gobar1-300x203.jpg)
![બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ છાણા થાપવા થઈ મજબૂર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/11181536/gobar2-300x203.jpg)
![બોલીવુડની આ બે હોટ એક્ટ્રેસ છાણા થાપવા થઈ મજબૂર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/11181601/gobar3-300x203.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)