શોધખોળ કરો
Advertisement
Amitabh Bachchan Health Update: સર્જરી બાદ અમિતાભ બચ્ચને તસવીર કરી શેર, ફેન્સને લઇ કહી આ વાત
તેમણે બ્લોગમાં માત્ર આટલું જ લખ્યું છે કે તમારી પ્રાર્થના અને ચિંતા માટે આભાર.
મુંબઈઃ બાલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર આવ્યા બાદ પ્રશંસકોની ચિંતામાં વધારો થયો હતો. બચ્ચને તેના પર સર્જરી કરાશે તેવી માહિતી આપી હતી. પરંતુ આ સર્જરી શાની છે અને ક્યારે થશે તેની કોઇ માહિતી આપી નહોતી.
હવે એક તાજા બ્લોગમાં અમિતાભ બચ્ચને ફેંસનો આભાર વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે એક તસવીર શેર કરી છે અને તેના કાન પર ટેપ જેવું નજરે પડી રહ્યું છે. જેના પરથી સફળ સર્જરી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે કંઇ લખવામાં આવ્યું નથી. તેમણે બ્લોગમાં માત્ર આટલું જ લખ્યું છે કે તમારી પ્રાર્થના અને ચિંતા માટે આભાર.
મનોરંજન પોર્ટલ બોલીવુડ હંગામા અનુસાર અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે અને તેઓ આગામી 24 કલાકમાં ઘરે પરત આવી જશે.
">
ગત વર્ષે બિગ બી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. પુત્ર અભિષેક, પત્ની ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
બિગ બીની પાંચ ફિલ્મો થોડા સમયમાં રજૂ થશે. તેની આગામી ફિલ્મ રૂમી જાફરીને મનોવૈજ્ઞાનિક સસ્પેંસ ડ્રામા ચહેરા છે.
મોદીએ રસી લીધા પછી નર્સને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
મોદીને કોરોનાની રસી આપનારી સિસ્ટર કોણ છે ? જાણો ક્યા રાજ્યનાં છે ?
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement