શોધખોળ કરો
મોદીએ રસી લીધા પછી નર્સને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ત્યાં પહોંચ્યા હતા.

નવી દિલ્હીઃ દેશના આજથી કોરોના રસીકરણનો વધુ એક તબક્કો શરૂ થયો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ત્યાં પહોંચ્યા હતા.
ક્યા રાજ્યના છે નર્સ
પીએમ મોદીને વેક્સીનનો ડોઝ આપનારી નર્સ પુડ્ડચેરીની રહેવાસી છે અને તેનું નામ પી.નિવેદા છે. સિસ્ટર પી નિવેદા એઇમ્સમાં હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. રસીનો ડોઝ લીધી બાદ પ્રોટોકોલ પ્રમાણે મોદી અડધી કલાક ત્યાં રોકાયા હતા. જયારે પાછળ ઉભેલી બીજી નર્સ કેરળની છે અને તેનુ નામ રોસ્મા અનીલ છે.
શું કહ્યું મોદીએ
સિસ્ટર પી નિવેદાએ દૂરદર્શનને જણાવ્યું, સર પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. અમે ક્યાંના છીએ તેનું પૂછ્યું હતું. રસી લીધા બાદ તેમણે કહ્યું, રસી આપી પણ દીધી અને ખબર પણ ન પડી.
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Covaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પીએમએ આસામી ગમછો ખંભે નાંખ્યો હતો. આ ગમછો આસામની મહિલાઓ તરફથી આશીર્વાદનું પ્રતીક છે. પીએમ મોદી ઘણી વખત આ ગમછા સાથે દેખાયા છે. નોંધનીય છે કે, કેરળ, પુડુચેરી અને આસામમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. પીએમ મોદી કોઈપણ સુરક્ષા વગર એઈમ્સ પહોંચ્યા હતા.
મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.
મોદીને કોરોનાની રસી આપનારી સિસ્ટર કોણ છે ? જાણો ક્યા રાજ્યનાં છે ?
આજથી અમદાવાદથી મેમુ શરૂ પણ ભાડું સાંભળીને આવી જશે ચક્કર, ડબલથી પણ વધારે ભાડું આપવું પડશે
પીએમ મોદીએ લીધી Corona Vaccine, જુઓ વીડિયો
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દેશ
દુનિયા
Advertisement