Lata Mangeshkar Life Facts: લીજેન્ડ્રી સિંગર લત્તા મંગેશકરનો આજે છે જન્મદિવસ, જાણો જીવન અને કારકિર્દી વિશે......
લતાજીએ તેમનું પ્રથમ શિક્ષણ તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી મ્યુઝિકલ નોટ્સમાં લીધું હતું તેમજ માત્ર પાંચ વર્ષની ઉંમરે લતાજીએ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
Lata Mangeshkar Birth Anniversary: લીજેન્ડ્રી સિંગર લત્તા મંગેશકર (Lata Mangeshkar) ભલે આજે આપણી વચ્ચે નથી રહી, પરંતુ તેમની યાદો હજુ પણ જીવંત છે. આજે દિગગ્જ સિંગર લત્તા મંગેશકરનો જન્મદિવસ છે, 28 સપ્ટેમ્બરે તેમની બર્થ એનિવર્સરી છે. ખાસ વાત છે કે, લત્તા મંગેશકરે 13 વર્ષની નાની ઉંમરે પ્રથમ ગીત ગાયું હતું, અને બાદમાં જોરદાર પબ્લિસિટી મળી હતી.
તાજેતરમાં જ થયુ છે નિધન -
દુઃખની વાત છે કે, આજે ભારતના દિગ્ગજ સિંગર અને ભારત રત્ન સ્વર નાઇટિંગેલ લતા મંગેશકરને ન્યુમોનિયા અને કોરોના થતા 8 જાન્યુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આ્વ્યાં હતા, અને અંતે 6મી ફેબ્રુઆરી 2022ના દિવસે તેમને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
જન્મ, જીવન અને ગાયકી -
લત્તા મંગેશકરેનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાજીના પિતા દીનાનાથ મંગેશકર પણ મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને એક ગાયક હતા. લતાજીની માતાનું નામ શેવંતી મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે, જેઓ સંગીતકાર છે. લતાજીને ત્રણ નાની બહેનો પણ છે. તેમના નામ છે ઉષા મંગેશકર, આશા ભોસલે અને મીના ખાડીકર. લતાજીની ત્રણેય બહેનો ગાયિકા છે. જણાવીએ કે, લતા મંગેશકરના કરિયરમાં તેમનું નામ દિવંગત પ્રખ્યાત ગાયક, સંગીતકાર અને ગીતકાર ભૂપેન હજારિકા સાથે ઘણી વખત જોડવામાં આવ્યું હતું, પરંતુ લતા મંગેશકરે ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નથી.
પ્લેબેક સિંગર તરીકે કારકિર્દી...
લતાજી તેમના પ્લેબેક સિંગિંગથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વની પ્રખ્યાત અને સૌથી પ્રતિષ્ઠિત ગાયિકાઓમાંના એક છે. જાણીને નવાઈ લાગશે કે, લતાજીએ એક હજારથી વધુ હિન્દી ગીતોને પોતાનો મધુર અને મનમોહક અવાજ આપ્યો છે.
લતાજીએ તેમનું પ્રથમ શિક્ષણ તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી મ્યુઝિકલ નોટ્સમાં લીધું હતું તેમજ માત્ર પાંચ વર્ષની ઉંમરે લતાજીએ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. લતાજીએ 1942માં 13 વર્ષની ઉંમરે ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, લતાજીએ તેમનું પહેલું ગીત વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ કિટ્ટી હસાલ માટે ગાયું હતું. લતાજીએ ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. તેણે 30 હજારથી વધુ ગીતો (lata mangeshkar Famous Songs) રેકોર્ડ કર્યા છે. તેમની પ્લેબેક સિંગિંગને કારણે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યાં હતા.