શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોલીવુડની હોટ એક્ટ્રેસનું વિચિત્ર ટ્વિટઃ બાઈડન એક વર્ષ પણ નહીં ખેંચે, વરસ પછી કમલા પ્રેસિડેન્ટ હશે ને....
બાઈડનને એ લોકોએ ભરપૂર દવાઓ આપી છે પણ તે એક વર્ષ પણ નહીં ખેંચે.
![બોલીવુડની હોટ એક્ટ્રેસનું વિચિત્ર ટ્વિટઃ બાઈડન એક વર્ષ પણ નહીં ખેંચે, વરસ પછી કમલા પ્રેસિડેન્ટ હશે ને.... Bizarre tweet of Bollywood's hot actress: Biden won't last a year, Kamala will be president after a year. બોલીવુડની હોટ એક્ટ્રેસનું વિચિત્ર ટ્વિટઃ બાઈડન એક વર્ષ પણ નહીં ખેંચે, વરસ પછી કમલા પ્રેસિડેન્ટ હશે ને....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/09160436/biden-kamala.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને પછાડીને ભવ્ય જીત મેળવી છે. બાઈડન અમેરિકાના 46મા પ્રમુખ બનવાના છે ત્યારે પોતાનાં નિવેદનોના કારણે વિવાદમાં રહેતી એક્ટ્રેસ કંગના રનૌતે વિચિત્ર ટ્વિટ કર્યું છે. કંગનાએ આગાહી કરી છે કે, બાઈડન એક વર્ષ પણ નહીં ટકે અને કમલા હેરિસ વરસ પછી પ્રમુખ બની જશે.
કંગનાએ કહ્યું છે કે, બાઈડનને એ લોકોએ ભરપૂર દવાઓ આપી છે પણ તે એક વર્ષ પણ નહીં ખેંચે. બાઈડનના બદલે કમલા હેરિસ જ પ્રેસિડેન્ટ બની જશે. કંગનાએ લખ્યું છે કે, એક મહિલાનો ઉદય થાય છે ત્યારે દરેક મહિલા માટે પણ રસ્તા ખૂલી જાય છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરીએ.
કંગનાનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. કંગનાએ પોતાની ટ્વિટમાં જો બાઇડેનની તુલના આમિર ખાનની ફિલ્મ ગજનીના પાત્ર ગજની સાથે કરી છે અને કટાક્ષ કર્યો છે કે, ગજની બાઇડેન કેટલું ટકશે એ મને ખબર નથી કેમ કે તેમનો ડેટા દર પાંચ મિનિટે ક્રેશ થઈ જાય છે. કંગનાના આ ટ્વિટની લોકો ટીકા કરી રહ્યા છે. આ ટ્વિટ કંગનાની હલકી માનસિકતા દર્શાવે છે એવો કટાક્ષ પણ કરી રહ્યા છે.Not sure about Gajni Biden who’s data crashes every 5 minutes, all the medicines they have injected in to him he won’t last more than a year, clearly Kamal Harris will run the show. When one woman rises, she makes the way for every woman. Cheers to this historic day 👏👏👏 https://t.co/hpcy0YksRz
— Kangana Ranaut (@KanganaTeam) November 8, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)