શોધખોળ કરો
ભાજપના ટોચના નેતાએ સેક્રેટરી સાથે ગૂપચૂપ કર્યાં લગ્ન, લગ્નના 8 મહિનામાં જ પિતા બનતાં લગ્નની કરી કબૂલાત, જાણો વિગત
પ્રથમ પત્ની રાની સાથે 2012માં છૂટાછેડા થઈ ગયા હતા. કહેવાય છે કે, શ્વેતા તિવારી સાથેના નજીકના સંબંધો રાનીને પસંદ નહોતા. આજ કારણે બંને વચ્ચે મોટા ભાગે લડાઈ થતી હતી.
![ભાજપના ટોચના નેતાએ સેક્રેટરી સાથે ગૂપચૂપ કર્યાં લગ્ન, લગ્નના 8 મહિનામાં જ પિતા બનતાં લગ્નની કરી કબૂલાત, જાણો વિગત bjp mp manoj tiwari married secretary, confesses to becoming father within 8 months of marriage ભાજપના ટોચના નેતાએ સેક્રેટરી સાથે ગૂપચૂપ કર્યાં લગ્ન, લગ્નના 8 મહિનામાં જ પિતા બનતાં લગ્નની કરી કબૂલાત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/05165501/manoj-tiwari.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મનોજ તિવારીની સેકન્ડ વાઇફ સુરભીએ દીકરીને જન્મ આપ્યો છે. પહેલી પત્ની રાનીથી પણ તેને હૃતી નામની એક દીકરી છે. મનોજ તિવારીના ૨૦૧૦માં જ ડિવૉર્સ થયા હતા. મનોજના એક મ્યુઝિક વિડિયોમાં તેણે ગીત ગાયું હતું ત્યારથી જ તેમની વચ્ચે મુલાકાતનો દોર વધી ગયો હતો. તેમણે લૉકડાઉન દરમ્યાન જ લગ્ન કરી લીધાં હતાં. એ વિશે મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘સુરભિ અને મેં લૉકડાઉન દરમ્યાન જ લગ્ન કરી લીધાં હતાં. તે મારું ઍડ્મિનિસ્ટ્રેટિવ કામ સંભાળતી હતી. તે સિંગર છે અને તેણે મારા મ્યુઝિક વિડિયોમાં ગીત ગાયું હતું. મારી દીકરી હૃતીએ જ મને સુરભિ સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. તે બન્ને એકબીજાની સાથે કમ્ફર્ટેબલ છે.’
મનોજ તિવારીએ આ અંગે સોશિયલ પોસ્ટ પર લખતા તેમણે નાનકડી પરીની સાથે પોતાની દિકરીની તસ્વીર પણ શેર કરી છે, જેમાં તેઓ પોતાની દિકરીને લઈને ઉભા છે. આ ખબર બાદ મનોજ તિવારીને શુભકામના આપવા પ્રશંસકોએ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. મનોજ તિવારીએ લોકડાઉનમાં સિંગર સુરભી તિવારી સાથે બીજા લગ્ન કર્યા હતા.
નોંધનીય છે કે, મનોજ તિવારીની પ્રથમ પત્ની રાની સાથે 2012માં છૂટાછેડા થઈ ગયા હતા. કહેવાય છે કે, શ્વેતા તિવારી સાથેના નજીકના સંબંધો રાનીને પસંદ નહોતા. આજ કારણે બંને વચ્ચે મોટા ભાગે લડાઈ થતી હતી. એક વખત મનોજ તિવારીએ એવુ પણ કહ્યુ હતું કે, તેમની પત્ની રાની શક કરનારી મહિલા છે. મનોજ તિવારી જ્યારે બિગ બોસનો ભાગ બન્યા હતા, ત્યારે જ તેમના રાની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. મનોજ તિવારીએ ઉત્તર પ્રદેશથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સપાની ટિકિટ પર ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ઉત્તર પ્રદેશના જ હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. તેમને વર્ષ 2014માં ઉત્તર-પૂર્વ દિલ્હીથી બીજેપીએ ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા અને તેઓ લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પણ તેઓએ જીતી હતી.मेरे घर आयी एक नन्ही परी... I am blessed with a baby girl... जय जगदंबे.. ???????? pic.twitter.com/JYarVvRf4X
— Manoj Tiwari (@ManojTiwariMP) December 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)