અક્ષય ખન્નાએ જણાવ્યું કે, ફિલ્મમાં મને મારું પાત્ર ખૂબ પસંદ આવ્યું છે. આવો રોલ મેં પહેલા ક્યારેય કર્યો નથી. આ અલગ રીતે લખવામાં આવ્યો હતો.
2/3
અક્ષયે કહ્યું, મનમોહન સિંહની મહાનતા તથા છબી લોકોમાં છેલ્લા 5-6 દાયકાથી બનેલી છે તે પ્રશંસનીય છે. જો મનમોહન સિંહ દેશના વડાપ્રધાન ન બન્યા હોત તો પણ આજે છે તેટલા જ મોટા વ્યક્તિ હોત. કોઇ પણ વ્યક્તિ તેમના કામને નજરઅંદાજ ન કરી શકે. તે એક વૈશ્વિક નેતા છે અને વિશ્વભરમાં તેમની આર્થિક નીતિઓ માનવામાં આવી છે.
3/3
મુંબઈઃ અનુપમ ખેર અભિનિત ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર સતત ચર્ચામાં છે. ફિલ્મમાં અક્ષય ખન્ના તે પુસ્તકના લેખક (સંજય બારુ)ની ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી મનમોહન સિંહના વડાપ્રધાન કાર્યકાળ સમયની છે. અક્ષય ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તે આજે પણ મનમોહન સિંહને પસંદ કરે છે. તેમને કોઇપણ પદ માટે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી.