શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી સારા અલી ખાન દુલ્હનની જેમ તૈયાર થઈને રેમ્પ પર કરી એન્ટ્રી પછી....
સારાએ આ ફેશન શોમાં દુલ્હનની જેમ તૈયાર થઈને રેમ્પ પર એન્ટ્રી મારી હતી. સારાને આ સુંદર લૂકમાં જોઈને હાજર દર્શકોએ લાંબા સમય સુધી તાળિયો વગાડી હતી
મુંબઈ: બોક્સ ઓફિસ પર પોતાની ફિલ્મ ‘લવ આજ કલ’ની સફળતા બાદ સારા અલી ખાન મુંબઈમાં ચાલી રહેલા ફેશન વીકમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. સારાએ આ ફેશન શોમાં દુલ્હનની જેમ તૈયાર થઈને રેમ્પ પર એન્ટ્રી મારી હતી. સારાને આ સુંદર લૂકમાં જોઈને હાજર દર્શકોએ લાંબા સમય સુધી તાળિયો વગાડી હતી અને આ રીતે તેનું અભિવાદન કર્યું હતું.
જોકે સારાએ બાદમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતાની એક જૂની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સારાની જેમ જ અમૃતા સિંહ પણ એકદમ સુંદર ડ્રેસિંગમાં જોવા મળી રહી હતી. નવવધૂની જેમ જ વાઈટ સાડીમાં અમૃતા બહુ જ સરસ લાગી રહી હતી. સારાએ કોમેન્ટમાં લખ્યું હતું કે, જેવી માં તેવી દિકરી. ત્યા બાદ સોશિયલ મીડિયામાં લોકોએ આ તસવીરના વખાણ કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સારાએ બે અલગ-અલગ કોસ્ચ્યૂમ સાથે રેમ્વ વોક કર્યું હતું. આ બંને ટ્રેડિશનલ વેરમાં સારા અલી ખાન ખૂબ જ સુંદર જોવા મળી હતી અને સારાના આ લૂકને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.
વર્ક ફંટની વાત કરીએ તો, સારા અલી ખાન લવ આજ કલ બાદ વરુણ ધવન સાથે કુલી નંબર-1 ફિલ્મમાં જોવા મળશે. ત્યાર બાદ તે અક્ષય કુમાર અને સાઉથ સ્ટાર ધનુષ સાથે પણ એક ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement