શોધખોળ કરો
Advertisement
અનુરાગ કશ્યપના ટ્વિટર ફોલોઅર્સ 5 લાખથી ઘટીને 75 હજાર થયા, ડાયરેક્ટરે કરી ફરિયાદ
ટ્વિટર પર અનુરાગના ફોલોઅર્સ 5 લાખ હતા જે ઘટીને 76 હજાર થઈ ગયા છે. અનુરાગ કશ્યપે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, ટ્વિટરે મારા ફોલોઅર્સ ઘટાડી નાંખ્યા છે.
મુંબઈ: બોલીવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે નાગરિકતા બિલ પર પહેલા જ દિવસથી મોદી સરકારની સામે પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ વખતે નાગરિકતા બિલનો વિરોધ કરવાનુ તેમને ભારે પડી ગયુ છે. ટ્વિટર પર અનુરાગના ફોલોઅર્સ 5 લાખ હતા જે ઘટીને 76 હજાર થઈ ગયા છે. અનુરાગ કશ્યપે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, ટ્વિટરે મારા ફોલોઅર્સ ઘટાડી નાંખ્યા છે.
આ દરમિયાન કેટલાક યુઝર્સે અનુરાગનુ સમર્થન કરતા કહ્યુ, અમે અનુરાગ કશ્યપને ફોલો કરતા હતા અને આપોઆપ અનફોલો થઈ ગયા છે. અનુરાગ કશ્યપે અગાઉ ટ્વિટર છોડી બ્રેક લીધો હતો. આ માટે તેમણે પોતાની પુત્રીને મળી રહેલી ધમકીઓને જવાબદાર ગણાવી હતી. અનુરાગ કશ્યપે તાજેતરમાં જ ફરી ટ્વિટર પર પરત ફર્યો છે. જોકે એ પછી ફરી એક વખત વિવાદ સર્જાયો છે.And @TwitterIndia has drastically reduced my followers .. pic.twitter.com/hHziSZk9tK
— Anurag Kashyap (@anuragkashyap72) December 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion