શોધખોળ કરો
Advertisement
કંગાળ થઈ ગયેલા આ એક્ટરને મળી મદદ કે લોકોને રૂપિયા મોકલવાનું બંધ કરવા કરવી પડી અપીલ, જાણો વિગત
લોકોએ એક્ટરના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના શરૂ કરી દીધા, આવામાં એક્ટરે લોકોને કહેવુ પડ્યુ કે હવે તેના ખાતામાં પૈસા ના નાંખો, એક્ટરના ખાતમાં 12 લાખથી વધુ રકમ જમા થઇ ચૂકી છે
મુંબઇઃ લૉકડાઉનના કારણે કેટલાય બૉલીવુડ સ્ટાર્સ અને ટીવી શૉમાં કામ કરી ચૂકેલા સેલિબ્રિટીઝ આજે ભયંકર આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યાં છે. આ લિસ્ટમાં હવે બેગુસરાય એક્ટર રાજેશ કરીરનું નામ પણ સામેલ થઇ ગયુ છે. પોતાની નબળી સ્થિતિને લઇને એક્ટરે સોશ્યલ મીડિયા પર એક ભાવુક અપીલ કરી અને પોતાની બેન્ક એકાઉન્ટ ડિટેલ શેર કરી હતા. આ પછી લોકોએ એક્ટરના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના શરૂ કરી દીધા હતા.
લોકોએ એક્ટરના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના શરૂ કરી દીધા, આવામાં એક્ટરે લોકોને કહેવુ પડ્યુ કે હવે તેના ખાતામાં પૈસા ના નાંખો, એક્ટરના ખાતમાં 12 લાખથી વધુ રકમ જમા થઇ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે એક્ટરે ત્રણ દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો, વીડિયોમાં તે લોકોને ભાવુક અપીલ કરી રહ્યો હતો કે તેની પાસે લૉકડાઉન દરમિયાન પૈસા ખુટી પડ્યાછે. બાદમાં લોકોએ તેના ખાતમાં પૈસા ટ્રાન્સફર કરવાનુ શરૂ કરી દીધુ છે.
રાજેશ કરીરે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતા લખ્યું- હું લોકોની મદદની આ ભાવનાથી ખુબ ખુશ થયો છું, મને નથી ખબર કે હું બધા લોકોનો કઇ રીતે આભાર માનુ, મદદ કરનારા દરેક શખ્સ મારા, મારી પત્ની અને મારા દીકરા માટે ભગવાન બનીને આવ્યા છે.
એક્ટરે આગળ જણાવ્યુ કે મારી અપીલ બાદ લગભગ 250થી વધુ લોકોએ તેના બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. લોકોએ પોતાની ભાવના અને તાકાત પ્રમાણે 10, 50, 100 રૂપિયાથી લઇને 25000 સુધીની મદદ પહોંચાડી છે. દેશભરમાંથી જ નહીં ચીન, અમેરિકા અને ઇઝરાયેલના લોકોએ પણ મારી મદદ કરી છે. ખબર નથી હું આ લોકોનુ અહેસાન કઇ રીતે ચૂકવીશ.
ખાસ વાત છે કે કેટલાય લોકો અને કલાકારો લૉકડાઉનના કારણે આર્થિક તંગીમાં સપડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
Advertisement