Salman Khan B'day: સલમાન ખાનને આવતા હતા આત્મહત્યાના વિચારો, આ ગંભીર બીમારીએ બદલ્યો હતો તેનો અવાજ
પરંતુ ઓછા લોકો જાણતા હશે કે ભાઈજાન પણ એક સમયે એવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા જેમાં સલમાન ખાને આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું હતું.
Happy Birthday Salman Khan: 90ના દાયકાના અભિનેતા સલમાન ખાને ફિલ્મી પડદે દરેક પાત્રમાં પ્રાણ ફૂંક્યા હતા. રોમેન્ટિક ભૂમિકામાં દર્શકોએ તેને પ્રેમ આપ્યો અને તેનો દબંગ અંદાજ પણ ચાહકોને પસંદ આવ્યો છે. 57 વર્ષની ઉંમરમાં પણ અભિનેતા તેની ફિટનેસથી ઉભરતા કલાકારોને માત આપે છે, પરંતુ ઓછા લોકો જાણતા હશે કે ભાઈજાન પણ એક સમયે એવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા જેમાં સલમાન ખાને આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું હતું.
View this post on Instagram
સલમાન આ ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યો હતો.
હા, સલમાન ખાનને એક ખૂબ જ ગંભીર બીમારી હતી જે દુનિયાની સૌથી પીડાદાયક બીમારીઓમાંની એક માનવામાં આવે છે. આમાં દર્દી આત્મહત્યા પણ કરી લે છે. વર્ષ 2017 માં જ્યારે સલમાનની ફિલ્મ 'ટ્યુબલાઇટ' આવી હતી ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે તેને 'ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા ' નામની ખતરનાક ન્યુરોલોજિકલ બિમારી થઇ હતી જેને સુસાઇડ ડિસિઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આત્મહત્યાના વિચારો આવતા હતા
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે સલમાન ખાન આ બીમારીનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેણે ઘણી વખત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. સલમાને પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી છે. ભાઈજાન હવે આ બીમારીમાંથી સાજો થઈ ગયો છે, જે તેના ચાહકો માટે રાહત છે.
ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા શું છે?
ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા ત્રણ નર્વ્સને સીધી અસર કરે છે. આ રોગમાં ચહેરા પર ભયંકર ડંખની લાગણી થાય છે. આ રોગને સરળતાથી પકડવો મુશ્કેલ છે, કારણ કે કેટલીકવાર તેના લક્ષણો થોડા અઠવાડિયા કે મહિનાઓ સુધી રહે છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. જ્યારે સલમાન ખાને તેની બીમારીનો ખુલાસો કર્યો ત્યારે તેના ચાહકો ચિંતિત થયા હતા. જો કે હવે અભિનેતા આ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે. ફિલ્મી પડદે તેની ફિટનેસ દરેકને દિવાના બનાવે છે, એટલું જ નહીં, ઘણા સ્ટાર્સ તેના જેવી બોડી મેળવવાનું સપનું પણ જુએ છે.