શોધખોળ કરો
Advertisement
દિગ્ગજ એક્ટર સૌમિત્ર ચેટર્જીનુ 85 વર્ષની વયે નિધન, કોરોના સંક્રમણ બાદ કેટલીય બિમારીઓથી હતા ગ્રસિત
છેલ્લા કેટલાય સમયથી તેની તબિયત ખરાબ હતી, અને તે કોલકત્તાની એક ખાનગી હૉસ્પીટલમાં ભરતી હતી. તે ઓક્ટોબરની શરૂઆતમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા
મુંબઇઃ જાણીતા અભિનેતા સૌમિત્ર ચેટર્જીનુ 85 વર્ષની વયે નિધન થઇ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેની તબિયત ખરાબ હતી, અને તે કોલકત્તાની એક ખાનગી હૉસ્પીટલમાં ભરતી હતી. તે ઓક્ટોબરની શરૂઆતમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા, 5 ઓક્ટોબરે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. તબિયત વધુ બગડતા તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નહીં.
આ પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. હૉસ્પીટલમાં રહેવા દરમિયાન તેની ન્યૂરોલૉજિકલ સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ હતી. છેલ્લા 48 કલાકમાં તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઇ. હૉસ્પીટલે એક દિવસ પહેલા બૂલેટિન જાહેર કરીને જણાવ્યુ હતુ કે- અમે સીટી સ્કેન કર્યુ છે જેથી જાણી શકાય કે ક્યાંક કોઇ સમસ્યા તો નથી. અમે એક ઇઇજી કર્યુ હતુ, પરંતુ તેમના મસ્તિષ્કની અંદર બહુ ઓછી ગતિવિધિઓ થઇ રહી છે. તેમની હ્રદય ગતિ વધુ થઇ ગઇ હતી, તેમની ઓક્સિજનની આવશ્યકતા વધી ગઇ છે, અને તેમના ગુર્દા પણ ઠીક કામ નથી કરી રહ્યાં, હવે તે વૈકલ્પિક ડાયાલિસીસ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion