સરકાર પડ્યા બાદ કંગનાનો ઉદ્વવ પર કટાક્ષ, વીડિયો શેર કરીને કહ્યું - તો સર્વાનાશ.............
એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે ઉદ્વવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. કંગના આ વીડિયોમાં કહે છે કે 1975 બાદથી આ સમય ભારતના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે,
Kangana Ranaut: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) ના રાજીનામા બાદ દરેક બાજુ ચર્ચાનો માહોલ છે, હવે દરેક ઉદ્વવ ઠાકરેના રાજીનામાને લઇને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ત્યારે આ કડીમાં હવે બૉલીવુડની ક્વિન ગણાતી કંગના રનોત પણ જોડાઇ ગઇ છે. કંગનાએ કટાક્ષભર્યા શબ્દોમાં ઉદ્વવ ઠાકરે પર ટિપ્પણી કરી છે. તેને એક વીડિયો પૉસ્ટ કરીને ઉદ્વવ ઠાકરે પર તાબડતોડ પ્રહાર કર્યા છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે ઉદ્વવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. કંગના આ વીડિયોમાં કહે છે કે 1975 બાદથી આ સમય ભારતના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે, 1975માં લોક નેતા જેપી નારાયણની લલકારથી સિંહાસન છોડોને જનતા આવે છે અને સિંહાસન પડી ગયુ હતુ. 2020માં મે કહ્યું હતુ કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને સત્તાના ઘમંડમાં આવીને જે આ વિશ્વાસને તોડે છે, તો તેનો ઘમંડ તુટવાનો નક્કી છે. બીજી બાજુ હનુમાનજીને શિવજીનો 12માં અવતાર માનવામાં આવે છે, અને જ્યારે શિવસેના જ હનુમાન ચાલીસાને બેન કરી દે તો શિવ પણ નથી બચાવી શકતા.
View this post on Instagram
એટલું જ નહીં કંગના રનૌત પોતાના આ વીડિયો પર કેપ્શન આપીને લખે છે, જ્યારે પાપ વધી જાય છે, તો સર્વાનાશ થાય છે અને તે બાદ સુજન થાય છે. કંગનાના આ વીડિયો પર લોકો જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. લોકો કંગનાનાના આ વીડિયોને યોગ્ય અને બરાબર ગણાવીને તેનુ સમર્થન પણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ