Adnan Sami: અદનાન સામીએ 'અલવિદા' લખીને ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ કરી ડિલીટ, ફેન્સના ધબકારા વધ્યા
Adnan Sami Deleted His All Instagram Posts: બોલીવુડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર અદનાન સામીએ મંગળવારે તેના ચાહકોને મોટો આંચકો આપ્યો. અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામ પરની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
Adnan Sami Deleted His All Instagram Posts: બોલીવુડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર અદનાન સામીએ મંગળવારે તેના ચાહકોને મોટો આંચકો આપ્યો. અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામ પરની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે, તેની સાથે માત્ર એક જ પોસ્ટ બાકી રાખી છે, જેમાં 'અલવિદા' લખેલું છે. અદનાન દ્વારા અચાનક તમામ પોસ્ટ ડિલીટ કરીને અલવિદા કહેવાથી તેના ફેન્સ પરેશાન છે. આ સાથે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અટકળો પણ શરૂ થઈ ગઈ છે.
વાસ્તવમાં, અદનાન સામીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરીને માત્ર એક જ વીડિયો પોસ્ટ છોડી છે. આ વીડિયો પોસ્ટમાં અક્ષરોમાં બ્લેક બેકગ્રાઉન્ડ પર ALVIDA લખેલું છે. અદનાનના બ્લેંક ઈન્સ્ટાને જોઈને ચાહકો ચોંકી ગયા છે. અદનાનની આ પોસ્ટ બાદથી ચાહકો તેના વિશે વિવિધ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે અદનાનની આ છેલ્લી પોસ્ટ પર ચાહકો પ્રશ્નો પૂછી રહ્યા છે અને ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
કેટલાક યુઝર્સનું કહેવું છે કે અદનાનનું કોઈ નવું ગીત આવતું હોઈ શકે છે અને તે પબ્લિસિટી કોઈ પ્રકાર હોઈ શકે છે. તો કેટલાક અદનાન સામીના ઇન્સ્ટાગ્રામ છોડવાના વિચારથી પરેશાન છે. જોકે આ છેલ્લી પોસ્ટ પર અલવિદા લખ્યા બાદ સિંગરે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અદનાન સામી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
તમને જણાવી દઈએ કે અદનાના સામીના ઈન્સ્ટાગ્રામ પર 672K ફોલોઅર્સ છે. સિંગર પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી પોસ્ટ શેર કરતો રહે છે. આ સિવાય જ્યારથી અદનાન સામીએ પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે ત્યારથી તેની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે. ફિટનેસને લઈને લોકો તેને ખૂબ ફોલો કરે છે. અદનાન અવારનવાર ફેન્સ સાથે પોતાના અપડેટ્સ શેર કરે છે. આવી સ્થિતિમાં, અદનાન દ્વારા અચાનક 'અલવિદા' કહેવું ચાહકોને ખૂબ જ પરેશાન કરી રહ્યું છે.
આ પણ વાંચો...