હિંદીને રાષ્ટ્રીય ભાષા નહી માનનારા સાઉથના વિલન Kiccha Sudeep પર ભડક્યો Ajay Devgn, પૂછ્યુ- 'ફિલ્મો હિંદીમાં કેમ ડબ કરો છો'?
એક તરફ સાઉથ ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ ભાષાને લઇને નવો વિવાદ ઉભો થયો છે
મુંબઇઃ એક તરફ સાઉથ ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ ભાષાને લઇને નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદની શરૂઆત સાઉથ ઇન્ડસ્ટ્રીઝના વિલન કિચ્ચા સુદીપ (Kiccha Sudeep )એ એક વીડિયો ઇન્ટરવ્યૂથી થઇ હતી. આ વીડિયોમાં તેમણે હિંદી ભાષાને લઇને કહ્યું હતું કે તે આપણી રાષ્ટ્રીય ભાષા નથી. હવે કિચ્ચા સુદીપના નિવેદનથી વિવાદ વકર્યો છે.
Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
કિચ્ચા સુદીપના નિવેદન પર બોલિવૂડ એક્ટર અજય દેવગણે રિએક્ટ કર્યું છે.
શું કહ્યું અજય દેવગણે ?
અજય દેવગણે ટ્વિટ કરી લખ્યું હતું કે કિચ્ચા સુદીપ, મારા ભાઇ, તમારા કહેવા અનુસાર જો હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિંદીમાં ડબ કરીને કેમ રીલિઝ કરો છો? હિંદી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશા રહેશે. ‘જન ગણ મન..’
કિચ્ચા સુદીપે કહ્યું હતું કે પેન ઇન્ડિયા ફિલ્મે કન્નડમાં બની રહી છે, હું તેના પર થોડું કરેક્શન કરવા માંગીશ. હિંદી હવે રાષ્ટ્રીય ભાષા રહી નથી. આજે બોલિવૂડમાં પેન ઇન્ડિયા ફિલ્મો કરવામાં આવી રહી છે. તે તેલુગુ અને તમિલ ફિલ્મોની રિમેક બનાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. આજે આપણે એવી ફિલ્મો બનાવી રહ્યા છીએ જે દુનિયાભરમાં જોવાઇ રહી છે.
અજય દેવગણને જવાબ આપતા સુદીપે ટ્વિટ કરી સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું કે સર, મને લાગે છે કે મારી એ વાતને ખૂબ અલગ રીતે લેવામાં આવી છે. કદાચ હું તમારી સાથે મુલાકાત કરીશ ત્યારે હું મારી વાતને ખૂબ સારી રીતે રજૂ કરી શકીશ. મારો કહેવાનો અર્થ એ નહોતો કે હું કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડું, કે પછી કોઇ વિવાદ ઉભો કરું.
સુદીપે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે હું મારા દેશની તમામ ભાષાનું સન્માન કરું છું. હું આ ટોપિકને આગળ વધારવાના માંગતો નથી. આ અહી જ ખત્મ થઇ જાય તેવું ઇચ્છું છું. મે કહ્યું કે મારો કહેવાનો અર્થ તે નહોતો જે સમજવામાં આવી રહ્યો છું. તમને ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ. આશા રાખું છું કે તમારી સાથે જલદી મુલાકાત થાય.