Anant Radhika 2nd Pre-Wedding Celebration Highlights: લક્ઝરી ક્રૂઝ પર અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો જશ્ન, 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે કપલ
Anant Ambani Radhika Merchant Pre-Wedding Highlights: અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન આજથી ક્રૂઝ પર શરૂ થઈ ગયું છે. આ સંબંધિત દરેક અપડેટ માટે અહીં અમારી સાથે જોડાયેલા રહો.
LIVE
Background
Anant Ambani Radhika Merchant Pre-Wedding Highlights: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તે પહેલા કપલના પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત-રાધિકા પ્રીવેડિંગ ફંક્શનની શરુઆત માર્ચમાં જામનગરમાં શરૂ થઈ હતી. ત્રણ દિવસના ફંક્શનમાં ભારત અને વિદેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો બીજો રાઉન્ડ ઈટલીમાં લક્ઝુરિયસ ક્રૂઝ પર શરૂ થઈ રહ્યો છે. આ ઉજવણીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ અને વિશ્વભરના જાણીતા લોકો ભાગ લેશે. ઇટલીથી શરૂ થયેલી આ ઉજવણી 1 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં પૂર્ણ થશે.
બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં 800 મહેમાનો થશે સામેલ
બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં 800 મહેમાનોને લક્ઝરી ક્રૂઝ પર લઈ જવામાં આવશે, જે ત્રણ દિવસમાં 4380 કિમીનું અંતર કાપશે. સ્પેસ-થીમ આધારિત ક્રૂઝ ઇટલીથી દક્ષિણ ફ્રાન્સ માટે રવાના થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેસ્ટ લિસ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સામેલ હશે. 800 મહેમાનો ઉપરાંત 600 હોસ્પિટાલિટી સ્ટાફ પણ હાજર રહેશે. ગેસ્ટને લક્ઝરી અકોમોડેશન સિવાય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે.
Anant Radhika 2nd Pre-Wedding Celebration Live: શકીરા પરફોર્મ કરશે
ગ્લોબલ પોપ સ્ટાર શકીરા ક્રુઝ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરે તેવી અપેક્ષા છે.
Image source: Instagram/ shakira
બેકસ્ટ્રીટ બોયઝ પરફોર્મ
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ વેડિંગમાં ક્રૂઝમાં બેકસ્ટ્રીટ બોયઝ પરફોર્મ કરે છે. ઈન્ટરનેટ પર એક વિડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં લોકપ્રિય અમેરિકન બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ ઈટાલીમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ક્રૂઝમાં મહેમાનો માટે પરફોર્મ કરી રહ્યું છે.
View this post on Instagram
Anant Radhika 2nd Pre-Wedding Celebration Live: અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં બેક સ્ટ્રીટ બોયઝના પરફોર્મન્સ પર ઝૂમી ઉઠ્યા મહેમાનો
અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 29 મેથી ઇટલીમાં ક્રૂઝ પર શરૂ થયું છે. આ ઉજવણી 1 જૂન સુધી ચાલુ રહેશે. શાહરૂખથી લઈને સલમાન અને રણવીર સિંહ સુધીના તમામ સ્ટાર્સ અહીંયા ધમાલ મચાવવા માટે પહોંચી ગયા છે, જેમાં સેલિબ્રેશનના રૂપમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મ્યુઝિક બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝ તેમના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ કરતા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં ગ્રુપ સફેદ ડ્રેસમાં જોવા મળે છે અને 'આઈ વોના વિદ યુ' ગીત પરફોર્મ કરતા જોવા મળે છે. વીડિયોમાં ત્યાં હાજર લોકો આ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે બેકસ્ટ્રીટ બોયઝ એક પ્રખ્યાત અમેરિકન બેન્ડ છે. આ બેન્ડમાં નિક કાર્ટર, હોવી ડોરો, બ્રાયન લિટરેલ, એજે મૈકલીન અને કેવિન રિચર્ડસન જેવા અદ્ભુત પરફોર્મર છે.
Anant Ambani Radhika Merchant Pre-Wedding Live: અનંત-રાધિકાના લગ્નના ફંક્શન ત્રણ દિવસ ચાલશે
અનંત-રાધિકાના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે અને આ સાથે કપલના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. આ મુજબ, કપલ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે.
- મુખ્ય લગ્ન સમારોહ 12મી જુલાઈના રોજ શુભ લગ્ન અથવા વેડિંગ ફંક્શન સાથે શરૂ થશે. મહેમાનોનો ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત રાખવામાં આવ્યો છે.
- 13મી જુલાઈ શુભ આશીર્વાદનો દિવસ હશે અને તેનો ડ્રેસ કોડ ભારતીય ફોર્મલ રાખવામાં આવ્યો છે.
- 14મી જુલાઈએ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે અને ડ્રેસ કોડ 'ઈન્ડિયન ચિક' હશે.