શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના આ હીરોને ઇરફાન ખાનની મુસ્કુરાહટ યાદ આવી, શેર કરી યાદગાર તસવીરો
અભિનેતા અનિલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું- આ તસવીરો કેટલીય યાદોને ખેંચી લાવી છે. તેમની મુસ્કુરાહટમાં કંઇક એવુ હતુ, જેને જોઇને તરતજ તેમની આસપાસના લોકો હંસી પડતા હતા
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરને ઇરફાન ખાનની મુસ્કુરાહાટ યાદ આવી રહી છે. અનિલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇરફાન સાથેની યાદગાર તસવીરો શેર કરી છે, અને એક ખાસ પૉસ્ટ પણ લખી છે.
અભિનેતા અનિલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું- આ તસવીરો કેટલીય યાદોને ખેંચી લાવી છે. તેમની મુસ્કુરાહટમાં કંઇક એવુ હતુ, જેને જોઇને તરતજ તેમની આસપાસના લોકો હંસી પડતા હતા. ઇરફાનની કેટલીય વસ્તુઓમાં એક જેને હંમેશા યાદ રાખીશુ.
અનિલ કપૂરે પહેલીવાર ઇરફાન ખાનની સાથે ફિલ્મ ચૉકલેટ ડીપ ડાર્ક સિક્રેટ્સમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઇ હતી. બાદમાં બન્ને સ્ટાર્સે વર્ષ 2008માં આવેલી ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડૉગ મિલિયૉનરમાં કામ કર્યુ હતુ.
ઇરફાનના નિધનના વાત સાંભળતા જ એક્ટર અનિલ કપૂરે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
નોંધનીય છે કે, 29 એપ્રિલે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટમાં ઇરફાન ખાને અંતિમ શ્વાસ લીધો હતો. 54 વર્ષીય એક્ટર લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરથી પીડિત હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement