વધુ એક અભિનેત્રી પ્રેગનેન્ટ, બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો બેબી બમ્પ
આલિયા અને બિપાસા બાદ વધુ એક અભિનેત્રી ટૂંક જ સમયમાં બાળકને જન્મ આપનારી છે. તેને બેકલેસ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો છે
નેહા મર્દા ટીવીના ઘણા લોકપ્રિય શોનો ભાગ રહી ચુકી છે. તેમાંથી સૌથી વધુ લોકપ્રિય શો 'બાલિકા વધૂ' હતો જેમાં તેણે જોરદાર અભિનેય કર્યો હતો. આ સિવાય નેહા મર્દા 'ક્યો રિશ્તો મેં કટ્ટી-બત્તી', 'દેવોં કે દેવ મહાદેવ', 'એક હજારો મે મેરી બહના હૈ'માં પણ જોવા મળી છે. અભિનેત્રીએ વર્ષ 2012માં પટનાના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ આયુષ્માન અગ્રવાલ છે.
View this post on Instagram
લોકપ્રિય ટીવી અભિનેત્રી 'બાલિકા વધૂ' ફેમ નેહા મર્દાએ ચાહકોને ખુશખબર આપી છે. તે માતા બનવાની છે. નેહા મર્દાનું ઘર નાના બાળકોની કિલકારીઓથી ગુંજવા જઈ રહ્યું છે. અભિનેત્રીએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા તેના પતિ સાથેનો ફોટો શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, "શ્રી શિવાય નમસ્તુભ્યમ. આખરે ભગવાન મારી અંદર આવી ગયા છે. વર્ષ 2023માં બાળક આવવાનું છે." નેહા લાલ રંગના બેકલેસ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
ફેન્સ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે
માત્ર ફેન્સ જ નહીં, તેના મિત્રો અને ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ નેહા મર્દાને અભિનંદન આપી રહ્યા છે. અભિનેત્રી ચાંદનીએ કોમેન્ટ કરીને લખ્યું, 'અભિનંદન, મમ્મી બનવાની છે.' શ્રેણુ પરીખે કોમેન્ટ કરીને લખ્યું, 'હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું.' આ સિવાય ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે નેહા મર્દાનું ઘર જલ્દી નાના બાળકની કિલકારીથી ગુંજી ઉઠે. ચાહકો આશા રાખી રહ્યા છે કે નેહા મર્દા અને બેબીની તબિયત સારી રહે. તે નાના મહેમાનને જોવા આતુર છે.
4 અઠવાડિયા પહેલા પ્રેગ્નન્સીના સમાચારને ખોટા ગણાવ્યા હતા
નેહા મર્દા છેલ્લા કેટલાક મહિનાઓથી પટનામાં રહે છે. 4 અઠવાડિયા પહેલા પણ નેહા મર્દા ગર્ભવતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે એક ઈન્ટરવ્યુંમાં નેહાએ આ સમાચાર ખોટા છે તેવું કહ્યું હતું. તે પોતે પ્રેગનેન્ટ નથી. હા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છીએ પરંતુ હાલમાં હું પ્રેગનેન્ટ નથી. અત્યારે તો તે પોતાની સાસુની સંભાળ લેવા પટના આવી છે. નેહા મર્દાએ કહ્યું હતું કે, "આ સાચું નથી. હું ગર્ભવતી નથી. મારા સાસુ-સસરાની તબિયત સારી નથી, તેથી હું પટના આવી છું. હું અહીં થોડો સમય રોકાઈશ. જયારે સારા સમાચાર હશે અને સમય આવશે ત્યારે હું જણાવીશ.