શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચનના ઘરમાં ઘૂસ્યું ચામાચીડિયું, બિગ બી બોલ્યા- કોરોના પીછો નથી છોડતો
બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેઓ સતત ફેન્સ સાથે સંકળાયેલા રહે છે.
મુંબઈઃ બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેઓ સતત ફેન્સ સાથે સંકળાયેલા રહે છે. આ ઉપરાંત તેઓ અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પર યૂઝર્સ સાથે શેર કરતા રહે છે.
તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેમણે ચામાચીડિયું ઘરમાં ઘૂસી ગયું હોવાની વાતની જાણકારી લોકોને આપી હતી. તેમણે પોતાની એક તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, બ્રેકિંગ ન્યૂઝ. આ કલાકના સૌથી મોટા સમાચાર. એક ચામાચીડિયું, હા એક ચામાચીડિયું- હાલ મારા રૂમમાં ઘૂસી ગયું છે. જલસાના ત્રીજા માળ પર, જ્યાં અમે બેસીને વાતો કરતા હતા. આ પહેલા ક્યારેય આ વિસ્તાર કે મારા ઘર અથવા રૂમમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. અને તેને અમારું જ ઘર મળ્યું, કોરોના તો પીછો નથી છોડી રહ્યો. ઉડી ઉડીને તે આવી રહ્યું છે.
અમિતાભની આ પોસ્ટ પર તેમના પ્રશંસકો સહિત અનેક કલાકારોએ પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી ભૂમિ પેડનેકરે લખ્યું, હે ભગવાન. જ્યારે અભિનેતા રોહિત રોયે લખ્યું- આ ખતરનાક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
ગુજરાત
બિઝનેસ
Advertisement