'કુમકુમ ભાગ્ય'ની રેહના પંડિત સાથે પોતાને સંબંધ હોવાનું ક્યા બિગ બોસ સ્પર્ધકે કર્યું એલાન ?
છેલ્લા બિગ બોસ શોમાં જોવા મળેલા જીશાને રેહના સાથે તેમના સંબંધોની પુષ્ટી કરી છે. બંને ટીવીની પોપ્યુલર સિરિયલ ‘કુમ કુમ ભાગ્યમાં જોવા મળ્યાં હતાં.
છેલ્લા બિગ બોસ શોમાં જોવા મળેલા જીશાને રેહના સાથે તેમના સંબંધોની પુષ્ટી કરી છે. બંને ટીવીની પોપ્યુલર સિરિયલ ‘કુમ કુમ ભાગ્યમાં જોવા મળ્યાં હતાં.
ટીવી અભિનેતા અને બિગ બોસ ઓટીટી સ્પર્ધક જીશાન ખાને મહિનાઓથી ચાલી રહેલા તેમના સંબંધોની ચાલી રહેલી અટકળોની પુષ્ટિ કરી છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે તેની કુમકુમ ભાગ્ય સહ-અભિનેત્રી રેહાના પંડિત સાથે સંબંધમાં છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે જીશાન ખાન અને રેહાના પંડિત એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેએ સંબંધોની અફવાઓનો અંત લાવી દીધો છે. જીશાન ખાન અને રેહાના પંડિતે લોકો સામે સંબંધોનો ખુલાસો કર્યો છે. જીશાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેહાના પંડિત સાથે લિપલોકની તસવીર શેર કરીને બને રિલેશનશિપમાં હોવાની પુષ્ટી કરી દીધી છે.
View this post on Instagram
જીશાન ખાને તસવીર પોસ્ટ કરતા લખ્યું કે, મારા બેસ્ટ ફ્રેન્ડમાં વે મારો પ્રેમ બનાનાર તું મારી જિંદગીમાં આવવાથી હવે હું મનની શાંતિ અનુભવું છુ. તું મારૂં બધું જ છે. તારે સાથે વિતાવેલી પળોમાં હું જિંદગીને દરેક શ્વાસ સાથે મહેસૂસ કરું છું. હું તારા પ્રેમને એવી રીતે અનુભવું છે, જાણે કોઇ પરીકથા હોય. મને ખબર છે કે, કેટલાક લોકો એવું માને છે કે, ઘડીકમાં થઇ જતો આ પ્રેમ સાચો નથી હોતો. મળે છે. પરંતુ એ ય મિત્રો એ જરૂરી નથી કે આપ જે વિચારો છો તે સાચું હોય, આપ એટલા માટે આવું વિચારો છો કે આપણે પ્રેમની અનુભૂતિ કરી નથી પરંતુ હું ઇચ્છુ કે, દરેક લોકોએ પ્રેમમાં પડવું જોઇએ અને આ અનુભવ કરવો જોઇએ, પ્રેમની લાગણી ખરેખર અદભૂત છે’.
રેહાના પંડિતે જીશાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટિપ્પણી વિભાગમાં લખ્યું હતું કે, 'શરમાળ હું તમને પ્રેમ કરું છું, મારી જિંદગીમં રહેવા માટે અને અને પ્રેમ આપવા માટે આભાર આઇ લવ યૂ માય ડિયર બેબી”