શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિશ્વ યોગ દિવસ નિમિત્તે બિપાશા બાસુએ બતાવ્યુ યોગનુ મહત્વ, ડિજીટલ પ્લેટફોર્મ પર કરશે Yoga
વિશ્વ યોગ દિવસના પ્રસંગે બિપાશા બાસુએ પોતાની સોશ્યલ એકાઉન્ટ પર પોતાની એક યોગ મુદ્રા વાળી તસવીર શેર કરી છે, અને આને કેપ્શનમાં લખ્યું છે
મુંબઇઃ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, આવુ પહેલીવાર છે જ્યારે કોરોના વાયરસ મહામારીના કારણે વર્ચ્યૂઅલ સ્પેસ પર મનાવવામાં આવશે. આ લોકો એક જગ્યાએ ભેગા થઇને યોગ નહીં કરી શકે. યોગ દિવસ પ્રસંગે બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુએ યોગની ખાસિયત બતાવી છે, અને આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કરવા માટે પોતાના ફેન્સને સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે
વિશ્વ યોગ દિવસના પ્રસંગે બિપાશા બાસુએ પોતાની સોશ્યલ એકાઉન્ટ પર પોતાની એક યોગ મુદ્રા વાળી તસવીર શેર કરી છે, અને આને કેપ્શનમાં લખ્યું છે.
હું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગ કરવા માટે યોગ કરવા તૈયાર છું. 5000થી વધુ વર્ષોથી, આ અમારી પ્રાચીન શાસ્ત્રો અને ભારતીય સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. જેવી દુનિયા યોગ સંદેશને ફેલાવવા માટે એકસાથે આવશે, હું તમારા બધાની સાથે અહીં સાંજે 6 વાગે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરીશ, કે કઇ રીતે ઘરમાં મારુ યોગ વર્કઆઉટ કરી રહી છું.
યોગ દિવસ દુનિયાભરમાં પહેલીવાર 21 જૂન, 2015એ મનાવવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે આને યોગ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, પણ આ પહેલો મોકો હશે ત્યારે આને ડિજીટલ રીતે મનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 11 ડિસેમ્બર, 2014એ જાહેરાત કરવામાં આવી હતી કે, દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. આ વર્ષની યોગ દિવસની થીમ ઘર પર યોગ ઔર પરિવાર કે સાથ યોગ હૈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion