આમીર ખાન પછી થ્રી ઈડિયટ્સનો બીજો સ્ટાર પણ થયો કોરોના સંક્રમિત, 'વાયરસ'ના ઉલ્લેખ સાથે મૂકી ફની પોસ્ટ
સુપરસ્ટાર આમિર ખાન કોરોનાથી સંક્રમિત થયા બાદ હવે તેમની સાથે થ્રી ઇડિયટ્સમાં કામ કરી ચૂકેલા અભિનેતા આર. માધવન પણ કોરોનાથી સંક્રમિત થયો છે. માધવને સોશ્યલ મીડિયા પર એક મજેદાર ફની પૉસ્ટ કરીને અનોખા અંદાજમાં આ માહિતીને શેર કરી છે. આર. માધવને ફની ફૉસ્ટમાં વાયરસનો ઉલ્લેખ કર્યો છે
મુંબઇઃ કોરોનાનો કેર હવે વધુ વર્તાવવા લાગ્યો છે. ફિલ્મ જગતની હસ્તીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયુ છે. સુપરસ્ટાર આમિર ખાન કોરોનાથી સંક્રમિત થયા બાદ હવે તેમની સાથે થ્રી ઇડિયટ્સમાં કામ કરી ચૂકેલા અભિનેતા આર. માધવન પણ કોરોનાથી સંક્રમિત થયો છે. માધવને સોશ્યલ મીડિયા પર એક મજેદાર ફની પૉસ્ટ કરીને અનોખા અંદાજમાં આ માહિતીને શેર કરી છે. આર. માધવને ફની ફૉસ્ટમાં વાયરસનો ઉલ્લેખ કર્યો છે.
માધવને થ્રી ઇડિયટ્સનુ એક પૉસ્ટ શેર કર્યુ છે, જેમાં આમિર ખાન સાથે તે બેસેલો દેખાઇ રહ્યો છે. તેને લખ્યું- છેવટે વાયરસે રેન્ચો બાદ ફહાનને પણ પકડી લીધો છે, અને આ એક એવી જગ્યા છે જ્યાં તે નથી ઇચ્છતા કે રાજૂ આવે.
માધવને ટ્વીટ કરીને લખ્યું છે કે ફરહાને રેન્ચોને ફોલો કર્યો અને વાયરસ હંમેશા અમારી પાછળ રહ્યો પરંતુ આ વખતે તેને અમને પકડી લીધા. પરંતુ ઓલ ઇઝ વેલ અને કૉવિડ જલ્દી ઠીક થઇ જશે. આ એક એવી જગ્યા છે જ્યાં અમે રાજૂને નથી ઇચ્છતા. તમારા બધાના પ્રેમ માટે આભાર. હું સારી રીતે સારો ઠીક થઇ રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે થ્રી ઇડિયટ્સમાં માધવને ફરહાનની ભૂમિકા નિભાવી છે, આમિર ખાન ફિલ્મમાં રેન્ચોના રૉલમાં હતો. શરમન જોશીની ભૂમિકાનુ નામ રાજૂ અને બૉમન ઇરાની ફિલ્મમાં વીરુ સહસ્ત્રબુદ્ધિ (વાયરસ)ની ભૂમિકામાં હતો. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ નિર્દેશિત કરી હતી. બૉક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ઉલ્લેખનીય છે કે આમિર ખાન તરફથી બુધવારે જાહેર કરાયેલા એક નિવેદન પ્રમાણે અભિનેતાએ શરૂઆતી લક્ષણો બાદ પોતાનો કોરોના સંક્રમણ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. તે ઘરે જ ક્વૉરન્ટાઇન થયો છે, અને કોરોના માટે તમામ સારવાર લઇ રહ્યો છે.