શોધખોળ કરો

Jawan: 'જવાન'ની રિલીઝ ડેટમાં થશે ફેરફાર, શાહરૂખ ખાનની ફિલ્મને લઈને સામે આવ્યા મોટા સમાચાર

Shah Rukh Khan Jawan Release Date: સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. 'પઠાન'ની અપાર સફળતા બાદ દરેક વ્યક્તિ શાહરૂખ ખાનની 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Rukh Khan Jawan Release Date: હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. 'પઠાન'ની અપાર સફળતા બાદ દરેક વ્યક્તિ શાહરૂખ ખાનની 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સાઉથ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક એટલીના નિર્દેશનમાં બનેલી 'જવાન'ને લઈને એક મોટી માહિતી સામે આવી છે. જેના કારણે 'જવાન'ની રિલીઝ ડેટને લઈને ચર્ચાઓ તેજ થઈ છે.

'જવાન'ની રિલીઝ ડેટને લઈને થશે ફેરફાર

ગયા વર્ષે જૂન મહિનામાં સુપરસ્ટાર શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ કર્યું હતું. ત્યારથી દરેક વ્યક્તિ શાહરૂખની 'જવાન' ને લઈને ઉત્સાહિત છે. દરમિયાન, હવે સમાચાર આવી રહ્યા છે કે 'જવાન'ની રિલીઝ ડેટ બદલાઈ શકે છે. વાસ્તવમાં પ્રખ્યાત ફિલ્મ વિવેચક સુમિત કડેલે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. સુમિતની આ પોસ્ટ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન' વિશે છે. આ પોસ્ટ દ્વારા સુમિત કડેલે માહિતી આપી છે કે- 'શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રિલીઝ ડેટ બદલાય છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

આ સાથે હવે 'જવાન' 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જો કે, હજુ સુધી 'જવાન'ના નિર્માતાઓ તરફથી આ બાબતે કોઈ અપડેટ સામે આવ્યું નથી. તેમજ ફિલ્મની નવી રીલીઝ ડેટ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

સૌ કોઈને 'જવાન'ની રિલીઝ રાહ છે

દરેક વ્યક્તિ શાહરૂખ ખાનની 'જવાન'ની રાહ જોઈ રહ્યા છે. હોઈ પણ કેમ નહીં કારણ કે શાહરૂખ ખાન સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે પહેલીવાર 'જવાન'માં જોવા મળવાનો છે. આટલું જ નહીં, સાઉથ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી નયનતારા પણ 'જવાન'માં શાહરૂખ ખાન સાથે પોતાની અભિનયની કૌશલ્ય દેખાડતી જોવા મળશે.

 શાહરૂખ ખાનની 'પઠાણ' બનશે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો જાદુ ચાહકોમાં યથાવત છે. રિલીઝના 24 દિવસ પછી પણ ફિલ્મ પઠાણ શાનદાર કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરનાર 'પઠાણ' ટૂંક સમયમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા જઈ રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ સાઉથ સિનેમાની ટોપ બ્લોકબસ્ટર 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. શનિવારે જાણીતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ'ની કમાણીના નવા આંકડા જાહેર કર્યા હતા. તરણના જણાવ્યા અનુસાર, 'પઠાણ'એ તેની રિલીઝના 24માં દિવસે બોક્સ ઓફિસ પર 2.20 કરોડનું કલેક્શન કર્યું છે. જેના કારણે તમામ ભાષાઓમાં 'પઠાણ'નું કુલ કલેક્શન મળીને કુલ 508.10 કરોડનું કલેક્શન થયું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી 2 એ સૌથી વધુ 510.99 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં જ ફિલ્મ 'પઠાણ' ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget